વૃદ્ધ દંપતીનો આત્મહત્યાની ધમકી સાથે Video Viral થયો, વીડિયોમાં ક્રિકેટર Irfan Pathanના નામનો ઉલ્લેખ

દંપતીએ વીડિયોમાં આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી અને તે પણ પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ (Cricketer Irfan Pathan) સાથે સબંધને કારણે. સાંભળીને કદાચ નવાઈ લાગશે.

Updated By: May 5, 2021, 11:14 PM IST
વૃદ્ધ દંપતીનો આત્મહત્યાની ધમકી સાથે Video Viral થયો, વીડિયોમાં ક્રિકેટર Irfan Pathanના નામનો ઉલ્લેખ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા (Suicide) ની ધમકી આપતો વીડિયો બનાવી વાયરલ કરતા માહોલ ગરમાયો છે. કેમ કે આ દંપતીએ વીડિયોમાં આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી અને તે પણ પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ (Cricketer Irfan Pathan) સાથે સબંધને કારણે. સાંભળીને કદાચ નવાઈ લાગશે. પરંતુ વિડીયો (Video) સોશિયલ મીડિયા (Social Media) માં હાલ એટલો વાયરલ (Viral) થયો છે કે ઈરફાન પઠાણ (Irfan Pathan) સામે લોકો રોષ દેખાડી રહ્યા છે. 

કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

અમદાવાદ (Ahmedabad) નાં જુહાપુરા (Juhapura) વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ સૈયદ અને તેની પત્નીને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના કારણે તેઓ આત્મહત્યા કરવા માંગે  છે. ઉલ્લેખનીય છે કે ઇબ્રાહિમભાઈ પોતે ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. અને હાલમાં જુહાપુરા રોડ પર તવકકલ હોટલ ચલાવી ગુજરાન ચલાવે છે. 

તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ના પરિચિત યુવતી સાથે થયા હતાં. પરંતુ  ઇબ્રાહિમભાઈના દીકરાના લગ્ન થયાં બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને હાલ તેના સામે કાનૂની કાર્યવહી ચાલી રહી છે. જોકે પોલીસ તપાસ બાદ વિડીયો (Video) અગે ચોક્કસ હકીકત બહાર આવશે. 

સુઓમોટો અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો મહત્વપૂર્ણ હુકમ

પરંતુ  ઇબ્રાહિમભાઈ અને તેમની પત્નીનો એક વીડિયો તેઓ કહી રહ્યા છે કે મારી પુત્રવધૂના સબંધ ઈરફાન પઠાણ (Irfan Pathan) સાથે છે. જેના કારણે આત્મહત્યા (Suicide) કરવા મજબુર બન્યા છે. એટલું જ નહી પણ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી અને ઈરફાન પઠાણ (Irfan Pathan) પોતાની વગનો ઉપયોગ કરે છે.

યુવતીને વીડિયો કોલ કરી નગ્ન થઈ કર્યા બીભત્સ ચેનચાળા, સાયબર સેલે ભણાવ્યો પાઠ

આ મામલે ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું કે, આ પરિવારનો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ચાલે છે. જેમાં પુત્રવધુએ બે માસ અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) માં ફરિયાદ નોધાવી હતી. જોકે ઈબ્રાહીમ સૈયદની પુત્રવધુ ઇરફાન પઠાણના પિતરાઈ બહેન છે. જેથી પુત્રવધુ સામે ફરિયાદ કરવા અને ઈરફાન પઠાણ (Irfan Pathan) મદદ કરતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તે ખોટો છે. 

વિડીયો (Video) બનાવી નાટક કરતા પોલીસે  સ્ટેશન (Police Station) બોલાવ્યા અને તપાસ કરતા ફિનાઈલની બોટલ પણ મળી આવી, જેથી બન્ને વિરુધ અટકાયતી પગલા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા બોન્ડ ભરી મુક્ત કરવામાં આવ્યા. અને પોલીસે SHE ટીમ મોકલી સમજાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube