કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે. 

કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

મિહિર રાવલ, અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની સારવાર ઝડપી બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (DGCI) ઝાયડસ કેડિલાની વિરાફિન (Virafin) દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ દવા 18 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની સારવાર માટે વાપરી શકાય છે.

કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે અને બીમારીને એડવાન્સ સ્ટેજમાં થતી જટિલતાઓથી બચાવી શકાય છે.

કેટલી હશે કિંમત
ત્યારે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક અઠવાડિયામાં કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડ્ક્શન શરૂ થઇ શકે છે. ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની વિરાફિન દવાનું પ્રોડક્શન શરૂ થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ દવાની કિંમત 6000 રૂપિયા હોઇ શકે છે.

ઓક્સિજનની જરૂરિયાત થશે ઓછી
આ દવાને ભારતના 25 કેન્દ્રોમાં લગભગ 250 દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવી. આ દરમિયાન એવું જોવા મળ્યું છે કે, Pegylated Interferon Alpha 2b નો ઉપયોગ દર્દીઓને સપ્લીમેન્ટ ઓક્સિજનની (Oxygen) ઓછી જરૂરિયાત અનુભવી હતી. તેનો અર્થ એ છે કે, દવા રેસપિરેટરી ડિસ્ટ્રેસ અને નિષ્ફળતાને કંટ્રોલ કરવા માટે સક્ષમ છે, જે કોવિડ-19 દર્દીઓની સારવારમાં અત્યાર સુધીનો સૌથી મોટો એક પડકાર છે.

91.15 ટકા અસરકારક હોવાનો દાવો
કંપનીનો દાવો છે કે, Pegylated Interferon Alpha 2b (Virafin) દવા 18 વર્ષથી વધુના અને હળવા લક્ષણવાળા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાના 91.15 ટકા રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામોથી સંકેત મળ્યા છે કે, દવાથી દર્દીના રિકવરીના ચાન્સ વધુ છે, આથી બીમારીને આગળ વધતા અટકાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, ત્રીજા ફેઝમાં હ્યુમન ટ્રાયલ ભારતના 20 થી 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે.

શું છે વિરાફીન?
ઝાયડસ કેડિલા (Zydus Cadila) કંપનીની એન્ટિ વાયરલ દવા વિરાફીન (Virafin) નો ઉપયોગ હિપેટાઇટસ-સી અને બીની સારવાર માટે કરવામાં આવે છે. આ દવાનું મેડિકલ નામ પેઝિટિલેટ ઇન્ટરફેરન અલ્ફા-2B એટલે કે PegIFN છે. હેપેટાઇટની સારવારમાં તેના ઘણા ડોઝ આપવામાં આવે છે. DCGI એ તેને પુખ્તવયના લોકોમાં કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ ઇન્જેક્શનનો માત્ર 1 ડોઝ પૂરતો છે. તેનાથી રાહત મળશે. તેથી જ આ દવાના માદ્યમથી 7 દિવસમાં આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ લાવવાનો દાવો કરાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news