અમદાવાદમાં ફરી BMW હિટ એન્ડ રન : યુવકે સ્પીડમાં ગાડી હંકારી વૃદ્ધ દંપતીને કચડ્યા, અકસ્માત પહેલા સ્પીડનો વીડિયો બનાવ્યો

Ahmedabad Hit And Run : અમદાવાદમાં દારૂના નશામાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત...બેફામ રીતે કાર ચલાવી સિમ્સ હોસ્પિટલ પાસે દંપતિની મારી ટક્કર... અકસ્માત કર્યા બાદ કાર ચાલક થયો ફરાર.... 

અમદાવાદમાં ફરી BMW હિટ એન્ડ રન : યુવકે સ્પીડમાં ગાડી હંકારી વૃદ્ધ દંપતીને કચડ્યા, અકસ્માત પહેલા સ્પીડનો વીડિયો બનાવ્યો

Ahmedabad Accident News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના સિમ્સ હોસ્પિટલથી ઝકયડ્સ હોસ્પિટલ જવા માટે નવો ઓવેર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યાં BMW કાર ચાલકે દારૂના નશામાં પૂર ઝડપે ગાડી હંકારીને બ્રિજ પરથી સિમ્સ હોસ્પિટલ બાજૂ આવતા રોડની સાઈડમાં એક કપલ ચાલતું જતું હતું, તેઓને અડફેટે લીધું હતું અને ત્યાંથી સત્યમ શર્મા નામનો કાર ચાલક કાર સાથે ફરાર થઇ ગયો. હાલમાં પોલીસ ઘટના સ્થળે આવી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એટલું જ નહિ, ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે ને અકસ્માત પહેલા કારચાલકનો સ્પીડનો વીડિયો પણ મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતીઅનુસાર, અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ જવાના રોડ ઉપર બ્રિજ બ્રિજ પરથી નીચે આવતી પુર ઝડપે bmw કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારચાલકે પહેલા બ્રિજ ઉતરતાની સાથે જ ચાર રસ્તા ઉપર અન્યાય એક કાર સાથે ટક્કર મારી હતી અને ત્યારબાદ રોડની સાઈડમાં એક કપલ જે ચાલવા નીકળ્યું હતું. તેમને અડફેટે લીધા હતા અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત બાદ bmw કારચાલક કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ યુવકનું નામ સત્યમ શર્મા હોવાનું ખૂલ્યું છે.

આ પણ વાંચો : 

પરંતું સ્થાનિકો અને અન્ય રાહદારીઓએ કાર્ડ ચાલકનો પીછો કર્યો હતો. તેથી દોઢ કિલોમીટર આગળ ખુલ્લા ખેતરમાં કાર મૂકી કારચાલક ફરાર થઈ ગયો હતો. કાર તપાસ કરતા કારની અંદરથી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્થાનિકોનું  કહેવું છે કે, કાર ચાલક નશાની હાલતમાં એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે કારચાલક ઓવર સ્પીડમાં પણ કાર ચલાવી રહ્યો હતો. ત્યારે હાલ તો આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

મહત્વની વાત એ છે કાર ચાલક યુવક કોઈ વગદાર વ્યક્તિનો દીકરો હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને આ પહેલીવાર નહીં આવું અનેક વાર આ રોડ ઉપર પૂર ઝડપે કાર્ડ લઈને નીકળતો હોય છે અને અનેકવાર ઘણા લોકોને અકસ્માત સર્જાતા બચી ગયેલા છે. ત્યારે આ ફરાર કાર્ડ ચાલક યુવક પોલીસના હાથમાં ક્યારે આવશે સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે વગદાર વ્યક્તિ હોવાના કારણે કારચાલક દર વખતે બચીને નીકળી જતો હોય છે ત્યારે આ વખતે ખરેખર પોલીસ કાર ચાલક સુધી પહોંચશે કે કેમ તે સવાલ દરેક લોકોના મનમાં હાલ ઉદ્ભવી રહ્યો છે.

તો સાથે જ સત્યમ શર્મા વારંવાર આ રીતે ગાડી સ્પીડમાં હંકારતો હોવાનું સામે આવ્યું છે. તે પોતાની BMW કાર દોઢ કિ.મી. દૂર કાર મૂકીને ફરાર થયો હતો. તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાંનો તેણે ગાડીની સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સામે આવ્યો છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news