અમદાવાદમાં જ્યોતિષ સાથે મોટી છેતરપિંડી; 'હું EDનો અધિકારી છું, તમારું કામ થઈ જશે અને કરોડ લઈ લીધા
થલતેજ વિસ્તારમાં રહેતા ઝરણાબેન સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેટેલાઇટ વિસ્તારમાં આવેલ નવગ્રહ મંડળની ઓફિસમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં ઇડીના ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી અને બનાવટી વિઝિટિંગ કાર્ડ આપીને મકાન ભાડે રાખ્યું અને બાદમાં પોતાની મોટી મોટી ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસમાં લઇ કોલસાનું ટેન્ડરનું કામ કરી આપવાના બહાને ગઠિયો દોઢ કરોડ લઈ લેતા સેટેલાઇટ પોલીસે નકલી અધિકારી ની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
થલતેજ વિસ્તારમાં રહેતા ઝરણાબેન સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેટેલાઇટ વિસ્તારમાં આવેલ નવગ્રહ મંડળની ઓફિસમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે. ઓફિસના માલિક ડો. રવિ રાવ છે. જેમની ઓફિસમાં એસ્ટ્રોલોજી અને પૂજા વિધી કરવાનું કામકાજ કરવામાં આવે છે. વિક્રમ નગર કોલોની સામે આવેલા તેમના શેઠની માલિકીનું મકાન ભાડે આપવાનું હોવાથી તેમણે ત્રણ ચાર એજન્ટોને આ મામલે વાતચીત કરી હતી અને એજન્ટ એ ઓમ વીરસિંહ હોવાનું જણાવ્યું હતું. જે ઇડીના ડિરેક્ટર હોવાનું કહ્યું હતું.
જોકે તેમણે આપેલ વીઝીટીંગ કાર્ડ માં ઓમ વીરસિંહ I.R.S, એડિશનલ ડિરેક્ટર એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને હેડ ઓફિસ તથા ઝોનલ ઓફિસ નું સરનામું ન્યુ દિલ્હીનું લખ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે બંને મકાન જોવા માટે આવ્યા હતા. જ્યાં મકાન પસંદ પડતા ભાડા કરાર કરીને 11 મહિના માટે માસિક રૂપિયા 2 લાખના ભાડા પેટે મકાન ભાડે આપ્યું હતું.
આરોપી ઓમ વીરસિંહે મકાનમાં તેમ ના નવગ્રહ મંડળ મારફતે સેવા પૂજા કરાવી હતી. તે વખતે તેમણે ફરિયાદીના શેઠને કહ્યું હતું કે તેમની ખૂબ મોટી મોટી ઓળખાણ છે, તેથી કંઈ કામકાજ હોય તો કહેજો. જેથી ફરિયાદીના શેઠ એ તેમના ક્લાયન્ટ કોઇ કામકાજ કોલસાનું ટેન્ડરનું કામ કરાવી આપવા માટે વાતચીત કરતાં તેણે કામ કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. આ કામ કરાવી આપવા માટે તેમણે રૂપિયા 1.5 કરોડ આપ્યા હતા. જોકે ત્યારબાદ ઓમ વીરસિંહે અનેક વાયદાઓ કરીને કામ કરી આપ્યું ન હતું. અચાનક જ મકાન ખાલી કરીને જતો રહ્યો હતો. જોકે અનેક વાયદાઓ બાદ રૂપિયા પરત ના આપતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
હાલમાં સેટેલાઇટ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી મહાઠગ ઓમવીર સિંહની ધરપકડ કરી છે. ત્યારે સેટેલાઇટ પોલીસે આરોપી ઓમ વીરસિંહ એ પ્રકારે કેટલા લોકોને છેતર્યા છે, જે દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા છે એ ક્યાં અને કોને કોને આપ્યા છે જે રૂપિયા રિકવર કરવા પ્રયાસ હાથ ધાર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે