ગુજરાતમાં પોલીસે કાર્યવાહી ન કરી અને MPમાં 'મામા' ભરાયા, 2 સરકારો એક્ટિવ થઈ

Tribal tortured Case: ગુજરાત પોલીસનું સૂત્ર 'સેવા સુરક્ષા ઔર શાંતિ' છે પરંતુ રાજકોટ જિલ્લા પોલીસના વલણને કારણે સમગ્ર વિભાગને 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે શરમનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં પોલીસે કાર્યવાહી ન કરી અને MPમાં 'મામા' ભરાયા, 2 સરકારો એક્ટિવ થઈ

Tribal tortured Case: ગુજરાતના રાજકોટમાં 15 આદિવાસીઓને માર મારવાના મામલા બાદ હવે રાજકોટ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં રાજકીય મુદ્દો બનેલા આ મામલામાં પીડિતાઓએ પોલીસમાં ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત પોલીસનું સૂત્ર 'સેવા સુરક્ષા ઔર શાંતિ' છે પરંતુ રાજકોટ જિલ્લા પોલીસના વલણને કારણે સમગ્ર વિભાગને 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે શરમનો સામનો કરવો પડ્યો છે. રાજકોટના મેટોડા ખાતે કેબલ ફેક્ટરીમાં ચોરીના આરોપમાં મધ્યપ્રદેશના આદિવાસી મજૂરોને માર મારવામાં આવ્યો હતો. આ પછી તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. બાદમાં આ તમામ આદિવાસીઓને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો મુદ્દો ઉઠાવવા પર મારપીટનો આ મામલો સામે આવ્યો છે.

કમલનાથે કહ્યું કે હું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાસેથી જાણવા માંગુ છું કે શું તેમણે અત્યાર સુધી આ આદિવાસી યુવાનો સાથે થયેલા આ ક્રૂર વર્તન પર કોઈ પગલાં લીધા છે? તો અહીં ગુજરાતમાં આ મજૂરોએ માર માર્યા બાદ રાજકોટ જિલ્લા પોલીસમાં ફરિયાદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ પોલીસે કારખાનેદાર અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરી લીધું હતું. આ સમગ્ર મામલાના ખુલાસા બાદ હવે હંગામાનો માહોલ છે. રાજકોટમાં અત્યાચારનો ભોગ બનેલા આદિવાસીઓ મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના રહેવાસી છે.

શું હતો સમગ્ર મામલો?
રાજકોટ જિલ્લાના મેટોડા ખાતે કેબલ ફેક્ટરીમાંથી 891 કિલો ભંગારની ચોરી થઈ હતી. તે ભંગાર કોપરનો હતો. 4 ઓગસ્ટે કંપનીએ આ મામલે ઉત્તર પ્રદેશના કર્મચારી શંકર નામદેવની પૂછપરછ કરી હતી. આરોપ છે કે શંકરે તેના સહ કાર્યકરો સંતલાલ, મુકેશ, શિવમ અને પ્રેમલાલ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. પીડિતોનું કહેવું છે કે આ પછી કંપનીએ બધાને બંધક બનાવી લીધા અને આધાર કાર્ડ અને મોબાઈલ જપ્ત કરી લીધા હતા. કંપનીના ડ્રાઇવર અને મેનેજરે કેબલોથી ફટકાર્યા હતા.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ આદિવાસી મજૂરો એક પરિચિત દ્વારા રાજકોટ જિલ્લા પોલીસના પાડથાન પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લઈને ગયા હતા. પોલીસે કાર્યવાહી કરવાને બદલે બંને પક્ષો વચ્ચે લેખિત સમજૂતી કરાવી હતી. થોડી સારવાર બાદ તેમને મધ્યપ્રદેશ જવા માટે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. આદિવાસી ઘાયલ અવસ્થામાં અને ગંભીર ઇજાઓ સાથે 5 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા.

છ મહિનાથી કરતા હતા કામ 
રાજકોટની કેબલ ફેક્ટરીમાં માર મારવામાં આવેલા આદિવાસી મજૂરો છેલ્લા છ મહિનાથી કંપનીમાં કામ કરતા હતા. આ મામલાના ખુલાસા બાદ મધ્યપ્રદેશમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે. આ માહિતી મધ્યપ્રદેશના એડિશનલ ડાયરેક્ટર જનરલ (શાહડોલ રેન્જ) ડીસી સાગરે આપી છે. સાગરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે ફખરુદ્દીન, ધવલ અને દીપક નામના ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 294, 323, 506 અને 34 હેઠળ શૂન્ય એફઆઈઆર નોંધી છે અને તેને રાજકોટ પોલીસ સ્ટેશન મોકલી છે.

15 આદિવાસી યુવકોને માર મારવાના કેસમાં રાજકોટ પોલીસ આગળની કાર્યવાહી કરશે. હવે મધ્યપ્રદેશમાં એફઆઈઆર નોંધાતાં રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. પરંતુ પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અગાઉ તેમની ફરજ નિભાવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news