એક નાની ભુલ અને આવી શકો છો Coronaની લપેટમાં, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

હવે શાકભાજી, દૂધ વિક્રેતા અને કરિયાણાવાળા સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે

Updated By: Apr 26, 2020, 09:11 AM IST
એક નાની ભુલ અને આવી શકો છો Coronaની લપેટમાં, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ : અમદાવાદમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે હવે ધીમે ધીમે શાકભાજી અને દૂધ વિક્રેતા તથા છાપા વિતરણ કરનાર પણ ભોગ બની રહ્યા છે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલાં અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતાં 45 વર્ષનાં વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વ્યક્તિ નિર્ણયનગર સેક્ટર 1માં રત્નજ્યોત સોસાયટીની સામે અનાજની દળવાની ઘંટી ધરાવે છે. આમ, હવે લોટ લેવા જતી વખતે પણ તમે કોરોનાનો ભોગ બનો એવા ચાન્સ છે. 

અમદાવાદના નિર્ણયનગરમાં રહેતાં આ વ્યક્તિની અનાજ દળવાની ઘંટી નિર્ણયનગર સેક્ટર 1માં હતી. હાલ ઘંટી ધરાવતાં આ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ વ્યક્તિના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 3 દિવસ પહેલાં કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા સુપર સ્પ્રેડરની તપાસ કરવામાં આવી હતી જેમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે સ્થાનિકોમાંથી અનેક લોકો ઘંટી પર લોટ લેવા આવતા હતા.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાયરસને લઈને લેટેસ્ટ અપડેટ્સ આપ્યાં હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 કેસ પોઝિટિવ આવ્યાં છે. જે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 2003 કેસ થયા છે. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube