9 ને કચડનાર તથ્ય પટેલને ખાવાનું નસીબ થયું, મૃતકોના પરિવારોના ગળાથી કોળિયો પણ ઉતર્યો નહિ હોય

Ahmedabad Iskon Bridge Accident : VIP લાઈફ સ્ટાઇલ જીવતા તથ્ય અને પિતા પ્રગ્નેશ પટેલને રાત્રે સરકારી ભાણું આરોગવું પડ્યું, સ્થાનિક પોલીસ દ્વારા અપાતી VIP ટ્રીટમેન્ટથી DCP નીતા દેસાઈ રોષે ભરાયા 
 

9 ને કચડનાર તથ્ય પટેલને ખાવાનું નસીબ થયું, મૃતકોના પરિવારોના ગળાથી કોળિયો પણ ઉતર્યો નહિ હોય

Ahmedabad News મૌલિક ધામેચા/અમદાવાદ : ઇસ્કોનબ્રિજ પાસેના ગમખ્વાર અકસ્માત કેસમાં હાલ પોલીસે ફરિયાદમાં નોંધેલા બંને આરોપીઓને તાત્કાલિક ઝડપી લીધા છે. જોકે તેમના પંચનામાં અને ઘટના અંગેનું રીકન્સ્ટ્રક્શન પણ રાત્રિ દરમિયાન કરી લેવામાં આવ્યું. ત્યારબાદ બંને આરોપી પિતા- પુત્રને પોલીસ સ્ટેશન લાવતા સગા સંબંધીઓએ હોટલમાંથી ખાવાનું પણ મોકલવા પોહચ્યા. પણ આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ તેઓ આદેશ કરતા ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ આરોપી પિતા પુત્રને સરકારી ભાણું જમવા આપ્યું હતું.

સામાન્ય સંજોગોમાં કોઈ કેસમાં પકડાયેલ આરોપીઓને લોકઅપ માં રાખવામાં આવતા હોય ત્યારે દિવસમાં બે વખત સમયસર જમવાનું પોલીસે આરોપીને આપવું તે બંધારણીય અધિકાર છે. અને જે કોઈ પોલીસ સ્ટેશનમાં કે એજન્સીની કસ્ટડીમાં આરોપી રાખવામાં આવ્યો હોય ત્યાં તેમને જમવાનું આપવામાં આવતું પણ હોય જ છે. કેટલાક સંજોગોમાં સગાસંબંધીઓ આરોપીઓને ઘરનું ભોજન લાવી જમાડવા દેવાનો પરિવાર આગ્રહ પોલીસને કરતા હોય છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેના ગમખ્વાર અકસ્માત કેસમાં પકડાયેલા આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ બંને પિતા પુત્રને એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે રીકન્સ્ટ્રક્શન બાદ લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાત્રિ દરમિયાન વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવવાના આદિ બનેલા પ્રજ્ઞેશ પટેલને હોટલનું જમવાનું પરિવાર દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું.પરંતુ મોડી રાત્રે પણ ઉચ્ચ અધિકારીઓની હાજરી જોઈ કોઈની હિંમત નહોતી થઈ કે આ આરોપીઓને હોટલનું જમવાનું પહોંચાડે. આ દરમિયાન રોષે ભરાયેલા ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડીસીપી નીતા દેસાઈએ પણ ટ્રાફિક પોલીસના તમામ હાજર પોલીસ કર્મચારીઓને સૂચના આપતા કહ્યું હતું કે આ આરોપીઓને કોઈપણ વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ નહીં. આપણા જ પરિવારના એક પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનો જીવ ગયો છે. ત્યારે આવા આરોપીઓને છાવરવા જોઈએ નહીં. અને પોલીસની કામગીરીનું ભાન કરાવવું જોઈએ. જેને પગલે તાત્કાલિક પીઆઇ દ્વારા સરકારી ભાણું મંગાવાયું હતું અને આરોપી પિતા પુત્રને આ સરકારી ભોજન આપવામાં આવ્યું હતું.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

 

 

આ અંગે ડીસીપી નીતા દેસાઈ એ કહ્યું કે આરોપીઓને કોઈ VIP ટ્રીટમેન્ટ નહિ અપાય. નિયમ મુજબ સરકારી ભાણું જ ખાવા આપવામાં આવશે. હાજર પોલીસ કર્મચારીઓની વાત માનીએ તો પ્રગ્નેશ પટેલ સરકારી ભાણા માંથી થોડુંક જમ્યો હતો.જ્યારે આરોપી તથ્ય પટેલનું ભાણું એમ જ પડી રહેલું. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

 

ઇસ્કોન અકસ્માત કેસમાં આજે શુક્રવારે બપોર બાદ આરોપી પિતા પુત્ર તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને કોર સમક્ષ રજુ કરવામાં આવશે. વધુ પૂછપરછ કરવા માટે પોલીસ રિમાન્ડની પણ માંગણી કરશે. જોકે આરોપીઓ પોતાના બચાવમાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા પોતાના જામીન માટે અરજી નહીં કરવા પણ વકીલને કહેવાયું હતું. કારણકે જો પ્રજ્ઞેશ પટેલને કોર્ટ દ્વારા જામીન મળી જાય તો તથ્ય પટેલ જેલમાં એકલો પડી જાય તેમ છે. જેના કારણે બાપ દીકરાએ સાથે રહી જેલમાં પણ તેનું ધ્યાન રાખી શકે તે પ્રકારની વિચારણા આરોપી પ્રગ્નેશ પટેલ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news