અમદાવાદના ફેમસ ફ્લાવર શોમાં જવું મોંઘુ પડશે, વધારી દેવાયા ટિકિટના ભાવ

Ahmedabad Flower Show : અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોને નડી મોંઘવારી... ફ્લાવર શો 2025 માટે ટિકિટના દર નક્કી કરાયા... સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 70 રૂપિયા રહેશે... શનિ-રવિ ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા નક્કી કરાઈ... AMCની શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે પ્રવેશ 
 

અમદાવાદના ફેમસ ફ્લાવર શોમાં જવું મોંઘુ પડશે, વધારી દેવાયા ટિકિટના ભાવ

Ahmedabad News અમદાવાદ : અમદાવાદના ફ્લાવર શોમાં હવે એક લટાર મારવી મોંઘી પડશે. કારણ કે, ફ્લાવર શોને પણ મોંઘવારી નડી છે. આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. આ વર્ષે ટિકિટનો ભાવ 70 રૂપિયા કરી દેવાયો છે. જે ગત વર્ષે 50 રૂપિયા હતો.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 1 જાન્યુઆરી, 2025 થી ફ્લાવર શોની શરૂઆત થશે. ત્યારે ફલાવર શો 2025 માટે ટિકિટના દર નક્કી કરાયા છે. પરંતું ગત વર્ષ કરતા ફલાવર શો જોવો મોંઘો પડશે. આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ ફલાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફલાવર શોને અમદાવાદી સામે ખુલ્લો મુકશે. અંદાજીત 15 કરોડના ખર્ચે ફલાવર શો - 2025 નું આયોજન કરાયં છે. જેના માટે સોમવારથી શુક્રવાર દરમ્યાન પ્રવેશ ફી 70 રૂ નક્કી કરાયા છે. તો ફલાવર શોમાં શનિ અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે. 

આ વર્ષે ફલાવર શો નિહાળવા માટે વીવીઆઈપી પ્રાઇમ સ્લોટ રાખવામા આવ્યો છે. જે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 દરમિયાન રહેશે. Vvip સ્લોટ માટે પ્રવેશ ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો એએસમી સ્કૂલના વિધાર્થીઓ વિનામૂલ્યે ફ્લાવર શો નિહાળી શકશે. ખાનગી સ્કૂલના બાળકો માટે 10 રૂપિયા ટિકીટ રહેશે તેવું એએમસીના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું. 

ગત વર્ષ કરતા કેટલો ભાવ વધાર્યો
ગત વર્ષે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે રૂ.50 અને શનિ રવિ માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવી હતી. જેની સામે આ વર્ષે સોમવારથી શુક્રવાર દરમ્યાન પ્રવેશ ફી 70 રૂ નક્કી કરાયા છે. તો ફલાવર શોમાં શનિ અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે. એટલે કે, ટિકિટના દરમાં સીધો 30 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news