'અહમદાબાદ મેં તબાહી, અગર બચા શકતે હૈ તો બચા લો...' જાણો 26 મીએ યુવકે કેમ આપી હતી બ્લાસ્ટની ધમકી?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદ નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો પરંતુ તેની ચાલાકી કામ ના આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે.

'અહમદાબાદ મેં તબાહી, અગર બચા શકતે હૈ તો બચા લો...' જાણો 26 મીએ યુવકે કેમ આપી હતી બ્લાસ્ટની ધમકી?

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં 26 જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદ નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો પરંતુ તેની ચાલાકી કામ ના આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે તે એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલાના દિયર ઓમપ્રકાશને થઈ હતી. જેથી ઓમ પ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે તે તેની ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે જેથી બદલો લેવા માટે તેણે આવું કર્યું.

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો અને જેમાં 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં અલગ અલગ જગ્યા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે પત્રમાં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઇલ નંબર પણ લખવામાં આવેલ. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ઇસનપુર ગઈ અને ખ્યાલ આવ્યો કે ઓમપ્રકાશ 22 જાન્યુઆરીના રોજ 10 દિવસ માટે વતન ગયો છે. પોલીસે તપાસ કરતા કરતા મૂળ આરોપી આશિષ સુધી આવી ગઈ હતી અને તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશની ભાભીને છેલ્લા 1 વર્ષથી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇ ઓમપ્રકાશ સાથે તેનો ઝઘડો થયેલ. 20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલ્વે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપેલ.

'અહમદાબાદ મેં તબાહી, અગર બચા શકતે હૈ તો બચા લો...'
અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો અને જેમાં 26 જનવરી કો અહમદાબાદ મેં તબાહી, અગર બચા શકતે હૈ તો બચા લો... અહમદાબાદ રેલવે સ્ટેશન, લાલદરવાજા, ગીતા મંદિર, કાંકરિયા પાર્ક સબ જગહ બોમ્બ બ્લાસ્ટ 26 જાન્યુઆરી સમય 11 બજે... મહત્ત્વનું છે કે, પત્રમાં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આરોપી આશિષ યુપી, હરિયાણા સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરી ચૂક્યો છે અને જ્યારે તે બલિયામાં એક પેથોલોજીમાં કામ કરતો હતો, ત્યારે ઓમપ્રકાશની પથરીની સારવાર માટે તે પોતાની ભાભીને લઈને ગયો હતો. ત્યાં આરોપી સાથે મુલાકાત થઈ હતી અને નંબરની આપ લે થઈ હતી. હાલ આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Trending news