બે દિવસમાં 530 અમદાવાદીઓએ પોતાના કાર્ડ દંડ માટે પોલીસ પાસે ઘસાવ્યા

ટ્રાફિક વ્યવસ્થા એ કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં પી.ઓ.એસ મશીન પણ એક છે. જેના દ્વારા અમદાવાદીઓ હવે દંડ ભરવા માટે રોકડા રૂપિયા નથી તેવા
બે દિવસમાં 530 અમદાવાદીઓએ પોતાના કાર્ડ દંડ માટે પોલીસ પાસે ઘસાવ્યા

ઉદય રંજન/અમદાવાદ :ટ્રાફિક વ્યવસ્થા એ કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં પી.ઓ.એસ મશીન પણ એક છે. જેના દ્વારા અમદાવાદીઓ હવે દંડ ભરવા માટે રોકડા રૂપિયા નથી તેવા
બહાના નહિ બતાવી શકે. 

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા. જેના કારણે શહેરીજનોના ખિસ્સામાંથી લાખો અને કરોડો રૂપિયાનો દંડ ચૂકવાઈ રહ્યો છે અને આજ દંડની ચૂકવણીને લઈને વાહન ચાલકો સ્થળ પર રોકડ રકમ આપવાના લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે તકરાર કરતા હોય છે. આવાઅનેક કિસ્સાઓ  સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ ટ્રાફિકના 5 પોલીસ સ્ટેશનમાં આવતા અલગ અલગ 120 જેટલા પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મીઓને POS મશીન આપવામાં આવ્યા છે. જેના દ્વારા ડિજીટલ પૅમેન્ટ થકી દંડ વસૂલી રહ્યા છે.

POS મશીન શરૂ થયાને હજી તો બે દિવસ થયા છે. ત્યાં બે દિવસમાં જ 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ POS મશીન મારફતે વસૂલાયો છે. આ 530 લોકો એવા છે, જેમણે ટ્રાફિક નિયોમો ભંગ કર્યા હતા અને જેમની પાસે રોકડ રકમ ન હતી અને બહાનું ના ચલતા અંતે તેને કાર્ડ મારફતે પેમેન્ટ કરવાનો વારો આવ્યો હતો. 

ટ્રાફિક વિભાગનો આ નવતર પ્રયોગ કેટલો ફાયડકારક નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે. પણ અત્યાર સુધી વાહન ચાલકોની રોકડ રકમ સ્વરૂપેનો દંડ ભરતી વખતે બહાના બાજી ચાલતી હતી, તે હવે નહિ ચાલે. રોકડ રકમ વાહન ચાલક પાસે નહિ હોય તો કાર્ડ મારફતે પણ પોલીસે તમારી પાસેથી દંડ વસૂલશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news