AHMEDABAD માં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારાઓની બહાનેબાજી નહી ચાલે, પોલીસ તમામ પ્રકારે સજ્જ

ટ્રાફિકના નિયમ ભંગ કરીને દંડ ન ભરવા ના બહાના હવે નહિ ચાલે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ બની છે ડિઝીટલ એટલે કે સ્થળ પર જ હવે પીઓએસ મશીન દ્વારા દંડ વસુલી શકાશે. અમદાવાદના અલગ અલગ 150 સ્થળ પર 150 મશીન રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી થકી ઈ મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ત્યાં જ દંડ વસુલશે. 
AHMEDABAD માં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારાઓની બહાનેબાજી નહી ચાલે, પોલીસ તમામ પ્રકારે સજ્જ

ઉદય રંજન/અમદાવાદ : ટ્રાફિકના નિયમ ભંગ કરીને દંડ ન ભરવા ના બહાના હવે નહિ ચાલે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ બની છે ડિઝીટલ એટલે કે સ્થળ પર જ હવે પીઓએસ મશીન દ્વારા દંડ વસુલી શકાશે. અમદાવાદના અલગ અલગ 150 સ્થળ પર 150 મશીન રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી થકી ઈ મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ત્યાં જ દંડ વસુલશે. 

લોકો જે બહાના કરતા હતી કે રોકડા રૂપિયા નથી સાથે ઓનલાઇન દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોને આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએય મશાીન આવી ગયા છે. જેના થકી જ નિયમનો ભંગ કર્યો અને ભંગ કરનાર પાસે રોકડા રૂપિયા ન હોય તો તે તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને દંડ ભરી દેવો પડશે અને ત્યાજ તેને પીઓએસ મશીનમાંથી સ્લીપ પણ આપી દેવાશે એટલે હવે અમદાવાદની જનતાના ટ્રાફિક ભંગના લઈ કોઈજ બહાને બાજી નહિ ચાલી શકે.

* E ડિવિઝને ૨૭ નવેમ્બર ૨૦૨૦ થી દંડ ઉઘરાવવાનું કર્યુ હતું શરૂ
* જેમાં ૪૦ હજાર કરતા વધારે ચલણની દંડની કુલ રકમ ૨ કરોડ ૧૬ લાખ છે 
* જેમાં માસ્કનો દંડ ૨૮ લાખ છે અને સ્થળ પર જ એક કરોડ કરતા વધારે ને દંડ ઉઘરાવ્યો 

* N ડિવિઝને ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ થી અત્યાર સુધી ૯૫ લાખ જેટલી રકમ દંડ પેટે ઉઘરાવી છે
* જેમાં માસ્કનો દંડ ૨૧ લાખ અને સ્થળ પર ૭૫ લાખ કરતા વધારેનો દંડ વસૂલવામા આવ્યો

* M - ડિવિઝને ૧ જાન્યુઆરીથી અત્યાર સુધી ૮૧ લાખનો દંડ વસૂલાતો 
* જેમાં ૩ લાખ માસ્કનો દંડ અને ૭૬ લાખ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 

* SG1 ડિવિઝને ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ થી અત્યાર સુધી ૬૨ લાખ જેટલી રકમ દંડ પેટે ઉઘરાવી 
* જેમાં ૪૬ હજાર માસ્કનો દંડ અને ૬૧ લાખ વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોના ભંગ બદલ

* SG2 ડિવિઝને પણ ૨૧ જાન્યુઆરીથી દંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું
* જેમાં કુલ ૬૪ લાખ જેટલી રકમનો દંડ ઉઘરાવ્યો
* માસ્કનો દંડ ૫૨ હજાર અને ટ્રાફિક નિયમના ભંગ બદલ ૬૪ લાખ લોકો પાસેથી ઉઘરાવ્યા

આ પહેલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે શુક્વારે થી જ શરુ કરી છે ત્યારે અમદવાદ શહેર પોલીસ કમિશ્નરે પોતાના ટ્રાફિક પોલીસ જવાન ને વધુ માં કહ્યું હતું કે ટ્રાફિક પોલીસે એ પોલીસ ભાગ નું નાક સમાન છે જેથી ટ્રાફિક પોલીસે લોકો સાથે સારો વ્યવહાર અને સારું વર્તન રાખવાનું રહેશે લોકો ના દિલ જીતી શકશે એ જ આ જમાનાની જરૂરિયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news