અમદાવાદ પોલીસ જેમને શોધતી હતી, તે રાજસ્થાનમાં મોજશોખ કરતા હતા

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ચોરીનો એક બનાવ સામે આવ્યો. આ ચોર અન્ય કોઈ નહીં પરંતુ ઘરઘાટી હોવાનું સામે આવ્યું. જેને પગલે સેટેલાઈટ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા રાજસ્થાન ભાગી જાય પહેલાં જ ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા છે. 

અમદાવાદ પોલીસ જેમને શોધતી હતી, તે રાજસ્થાનમાં મોજશોખ કરતા હતા

Ahmedabad News મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ચોરીનો એક બનાવ સામે આવ્યો. આ ચોર અન્ય કોઈ નહીં પરંતુ ઘરઘાટી હોવાનું સામે આવ્યું. જેને પગલે સેટેલાઈટ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા રાજસ્થાન ભાગી જાય પહેલાં જ ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા છે. 

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ચરણકૃપા સોસાયટી આવેલી છે. જ્યાં એક સિનિયર સિટીઝનના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ. જોકે આ સીસીટીવી ફૂટેજમાં ચોરી કરીને ફરાર થતા શકમંદો નજરે પડ્યા હતા. જેને પગલે મકાન માલિકે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની હકીકત એવી છે કે ચરણકૃપા સોસાયટીના 11 નંબરના બંગલોમાં રહેતા સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી એકલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે ત્રણથી ચાર શખ્સો આવી તિજોરીમાંથી 14 લાખ રોકડા અને બેંક ચેકો અને દસ્તાવેજોની પેન ડ્રાઈવ ચોરી ફરાર થઈ ગયા હતા. 

સેટેલાઈટ પોલીસે આ અંગે સિનિયર સિટીઝનની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક હકીકત અને મકાન માલિકને પૂછતા સામે આવ્યું કે, ચોરી કરનાર વ્યક્તિ અજાણ્યા શખ્સો નહિ, પરંતુ મકાનમાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા વ્યક્તિઓ હોઈ શકે છે. 

ફરિયાદીએ સીસીટીવીના આધારે શકમંદ ઘરઘાટી હોવાનુ જાણાવ્યુ હતું. ત્યારે અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ કિશન મીણા દોઢ મહિના અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. પણ પોતાનો મોજ શોખ પૂરા કરવા ચોરીમાં તેને મદદ માટે ઈશ્વર મીણા અને વિનોદ મીનાને પોતાના કામમાં સામેલ કર્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે આરોપી ઘરઘાટી તરીકે જ્યાં નોકરી કરતો ત્યાં જ ચોરી કરી. પણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ પાસેથી પોલીસે છ લાખથી વધુને રોકડ અને ચોરી કરેલા રૂપિયાથી ખરીદેલો સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘરઘાટીઓ રાખતા માલિકોને પણ પોલીસે અપીલ કરી હતી કે પોલીસ વેરિફિકેશન વગર આવા ઘરઘાટીઓને ઘરમાં પ્રવેશ ન આપે. ત્યારે પોલીસ આ મામલે મકાનમાલિક પર પણ જાહેરમાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news