અમે પીડિતાના આરોપોને ગંભીરતાથી લીધા છે, હું કેસ પર નજર રાખીશઃ અમદાવાદ પોલીસ કમિશનર

મહત્વનું છે કે અમદાવાદમાં થયેલા ગેંગરેપ મામલે પીડિતાએ સવારે પત્રકારો સમક્ષ ક્રાઇબ્રાંચના જેકે ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 

 અમે પીડિતાના આરોપોને ગંભીરતાથી લીધા છે, હું કેસ પર નજર રાખીશઃ અમદાવાદ પોલીસ કમિશનર

અમદાવાદઃ શહેરમાં થયેલા ગેંગરેપ કેસમાં પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેકે ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઘટના બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંહે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસમાં સૌથી મજબૂત ટીમ તપાસ કરી રહી છે. હું અંગત રીતે સમગ્ર ઘટાનું અવલોકન કરી રહ્યો છું. કેસમાં કેટકાલ વિરોધાભાષ જોવા મળ્યા છે તેને દૂર કરવા અમારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચ કરશે અને અમને કોઇ નોટિસ નહીં મળે ત્યાં સુધી કેસની તપાસ ચાલું રહેશે. 

મહત્વનું છે કે, ગેંગરેપ કેસની પીડિતાએ સવારે મીડિયા સમક્ષ ક્રાઇમબ્રાંચના જેસીપી જેકે ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસ કમિશનરે કહ્યું કે, અમારી જવાબદારી છે અને પીડિતા તથા તેમના પરિવાર પર વિશ્વાસ સ્થાપિત કરવો પડશે. આ કેસમાં ફરિયાદી અને આરોપીઓમાં વિરોધાભાષ જોવા મળે છે. તેને દૂર કરવા માટે અમે કામ કરી રહ્યાં છીએ. કેસની સમગ્ર તપાસ કરવા માટે ફરિયાદી તરફથી સહકાર મળે તે જરૂરી છે. 

પોલીસ કમિશનરે આશ્વાસન આપ્યું કે, કેસની નિષ્પક્ષ તપાસ કરીને સત્યા બહાર લાવીશું. કેસના મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ કામે લાગી છે. કેસમાં જે ગુનેગાર સાબિત થશે તેને કાયદા મુજબ સજા કરવામાં આવશે. પીડિયાએ ક્રાઇમબ્રાંચ પર જે આરોપ લગાવ્યા છે તેને અમે ગંભીરતાથી લેશું. 

કમિશનરે કહ્યું કે, પીડિતાનું નિવેદન લેવાયું ત્યારે અમારી મહિલા એડીશનલ ડીસીપી તેમની સાથે હતા અને પીડિતાના નિવેદનની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનરે કહ્યું કે, આ કેસમાં આરોપી પીડિતાને પહેલાથી જ ઓળખતો હતો. તેથી આ કેસને નિર્ભયા સાથે સરખાવવો તે યોગ્ય નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news