સીસીટીવી કેમેરા

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગર્લ્સની સલામતી માટે પોલીસ અપનાવશે આ કિમીયો

શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે.

Jul 14, 2019, 02:58 PM IST

રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ

રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ઉભા રહેતા રેંકડી કે કેબીન ધારકો ઉપરાંતનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. 

Jun 25, 2019, 04:28 PM IST

સુરત: કચરામાંથી મળ્યા 10 લાખ, પરત કર્યા તો મળ્યું મોટું ઇનામ

સુરતમા ફરી એક વખત ઇમાનદારી સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક નોકરીયાત વર્ગના યુવાને રસ્તા પરથી મળેલા દસ લાખ રુપિયા મૂળ માલિકને પરત કર્યા હતા. જેના ફળ સ્વરુપે મુળ માલિકે આ યુવાનને રૂપિયા 2 લાખ ઇનામ સ્વરૂપે ભેટ આપ્યા હતા.

Mar 18, 2019, 05:19 PM IST

સુરત RTO કચેરીમાં કૌભાંડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ આપ્યા લાઇસન્સ  

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું હોય તો દરેકે ફરજીયાત ખાસ બનાવાયેલા ટ્રેક ઉપર વાહન ચલાવવું પડતું હોય છે, જો તેમાં પાસ થાવ તો જ લાઈસન્સ મળે છે, જોકે વિવાદોમાં રહેવા ટેવાયેલા સુરતના પાલ આરટીઓમાં ખોટી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. એક કમિટી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે, જેમાં 55 થી 60 જેટલા લાઈસન્સ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર જ બનાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, આ તમામ લાઈસન્સ ધારકોને નોટીસ આપી તેમના જવાબ લેવામાં આવશે.

Jan 17, 2019, 05:00 PM IST