fake police

અસલી પોલીસે નકલી પોલીસનો ખેલ ખુલ્લો પાડ્યો, એક મહિલા પણ તોડબાજી પણ સામેલ

વડોદરાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તોડ કરતી નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડી છે. નકલી પોલીસ લોકો સામે રૌફ ઝાડીને તોડ કરતી હતી. પોલીસે એક મહિલા સહિત 4 નકલી પોલીસ બનીને ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Jan 8, 2022, 03:48 PM IST

બે અમદાવાદી એવા ભેજાબાજ નીકળ્યા કે વટ પાડવા પહોંચી ગયા ટેલિકોમ કંપની, પણ પછી...

  • સીબીઆઇ અધિકારી બની ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ મેળવવા ગયેલા નકલી અધિકારીઓને પોલીસે પકડાયા
  • બંનેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા ઉપજી હતી

Dec 18, 2021, 02:42 PM IST

નકલી પોલીસ બનીને સુરતમાં કહેર મચાવનાર કુલદીપને અસલી પોલીસે પકડી પાડ્યો

સુરતના પુણા પોલીસ મથકના પીઆઈના રાઈટર તરીકે ઓળખ આપી નકલી પોલીસ બની રોફ જમાવતા એક ઈસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નકલી પોલીસ બનીને આરોપીએ ફર્નિચરની દુકાન ધારકને ત્યાંથી બે સોફા લઇ લીધા હતા અને બાઈક છોડાવી આપવાના નામે ૮ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. 

Nov 13, 2021, 03:56 PM IST

નકલી પોલીસ બાદ હવે નકલી હોમગાર્ડ જવાનો ઝડપાયા, આ પ્રકારે કરતા હતા તોડપાણી

15થી 22 હજાર રૂપિયામાં બોગસ જીઆરડી કાર્ડ બનાવી દેનાર ગેંગ ઝડપાઇ. તોડપાણી માટે યુવકોએ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવતા અસલાલી પોલીસે ગુનો નોંધી સાતેય લોકોની ધરપકડ કરી. જેમાં પાંચ લોકો જેલ હવાલે કરાયા છે. જ્યારે બે લોકો હાલ રિમાન્ડ પર છે. ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક તે જોઇને ચોંકી ઉઠશો. 

Jul 8, 2021, 05:04 PM IST

નકલી પોલીસ બાદ હવે નકલી પત્રકારોની ભરમાર, આ પ્રકારે ઝડપાઇ તોડબાજ ટોળકી

નકલી પત્રકાર બની સ્પાનાં સંચાલક પાસે તોડ કરવા જનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્પાનાં નામે ગોરખધંધા થતા હોવાનું છટકું ગોઠવીને આ ટોળકી તોડ કરવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહિં આ ટોળકી સોનાનો ચેઇન ચોરી થયો હોવાની ખોટી ફરીયાદ કરી હતી. પોલીસને પણ ગુમરાહ કરતી હતી. જોકે પોલીસે ઉલટ તપાસ કરતા આ તોડબાજ ટોળકીનો પર્દાફાશ થયો છે. 

Apr 6, 2021, 05:49 PM IST

દમદાટી કરતા જતા જ ખુલ્લી પડી નકલી PSI ની પોલ, નીકળ્યો સિક્યુરિટી ગાર્ડ

પોલીસ સબ ઇન્સપેક્ટર (Police Sub Inspector) બનવાનું સપનું પૂરૂં ન થતા એક યુવક નકલી પીએસઆઇ (PSI) બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ (Fake PSI) અસલી પોલીસના હાથે ઝડપાયો છે

Mar 24, 2021, 07:29 PM IST

31ની રાત્રે નકલી પોલીસનો ત્રાસ, અસલી પોલીસને ઓળખવા માટે કરો આ કામ

* 31 ની રાત્રે પોલીસ પકડે તો માંગજો પહેલા આઇકાર્ડ
* બહુરૂપી નકલી પોલીસ અસલી પોલીસની ગિરફતમાં
* નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સો ધરપકડ
* રિલીફ રોડ પર વેપારીઓને માસ્કના ફંડીગ નામે પડાવતાં પૈસા

Dec 31, 2020, 10:30 PM IST

હોટલમાં અંગત પળ માણવા જતા કપલ સાવધાન, નકલી પોલીસ કરી શકે છે લાખો રૂપિયાનો તોડ

ક્રાઇમ બ્રાન્ચે જશોદા નગર ચાર રસ્તા પાસેથી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના આઈ કાર્ડ અને કાર સહિત ₹4.47લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ SRP ના કોન્સ્ટેબલમાંથી ડિસમિસ થયેલ છે. આરોપી અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોની બહાર નીકળતા કપલ અને દેહવિક્રયનો વેપાર કરતી યુવતીઓના દલાલનો પીછો કરીને તેઓને રોકીને પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતો હતો. 

Dec 17, 2020, 06:39 PM IST

ગુજરાતમાં નકલી પોલીસનો આતંક, જેતપુરમાં વયોવૃદ્ધ લોકોને કરતા હતા ટાર્ગેટ

શહેરમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી છે. પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા 2 ગુનેગારો વડીયાથી ઝડપાયા છે. પોલીસ સાથે છુપાયેલા ચહેરા જેતપુર પોલીસે બેનકાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકી આપી લૂંટ ચલાવતાની શહેર પોલીસને ફરિયાદો મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના પગલે પોલીસના હાથે નકલી પોલીસની બેલડી લાગી હતી. 

Nov 9, 2020, 10:06 PM IST

રાજકોટમાં નકલી પોલીસને આતંક, વેપારી પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા

શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની ઓળખ આપીને દાગીના લઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ચાંદીના એક યુવાન વેપારીને નકલી પોલીસ બની બેઠેલા ત્રણ જેટલા શખ્સો રૂપિયા પડાવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે નકલી પીએસઆઇની શોઘખોળ હાથ ધરી છે. 

Aug 22, 2020, 10:00 PM IST

નકલી પોલીસે લૂંટનો પ્રયાસ કર્યો પણ વેપારી નિકળ્યા DYSP ના પતિ અને...

નિકોલમાં શેરના માથે સવા શેર જેવો ઘાટ થયો છે. ત્રણ ગઠિયાઓ ભેગા થઇને અસલી પોલીસના વેપારી પતિને નકલી પોલીસ બનીને દમ તો માર્યો, પરંતુ વેપારીએ દાદ ન આપતા અંતે ગઠિયાઓ વેપારીની નજર ચુકવી બે લાખ ભરેલી બેગ લઇને પલાયન થઇ ગયા. જો કે વેપારીએ ગઠિયાની ગાડીનો નંબર નોંધી લીધો હતો. જેથી આખરે ગઠિયાઓ પોલીસ પકડમાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભોગબનનાર વેપારી ગુજરાત પોલીસના મહિલા DYSP ના પતિ છે.

Feb 6, 2020, 10:25 PM IST

અમદાવાદ: મોજશોખ પૂરા કરવા નકલી પોલીસ બની તોડ કરતા 2 વિદ્યાર્થીઓની ધરપકડ

અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત નકલી પોલીસ(fake police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો ત્યારે બે શખ્સો આવ્યા અને ટી-ટી ડ્રગ્સ લે છે, તેવુ કહી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને તોડ કર્યો હતો. 

Sep 25, 2019, 05:20 PM IST

અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસે રૂપિયા પડાવવા દમ માર્યો, બે યુવકોને કહ્યું-‘ડ્રગ્સ લો છો’

અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વખત નકલી પોલીસ (Fake Police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં યુવક-યુવતી ઉભા હતા, તે દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવવા નકલી પોલીસ બની ઉભેલા બે શખ્સોએ રૂપિયા 7 હજારની માંગણી કરી હતી. જોકે આ બનાવ અંગેની વાત યુવકે પોતાના પિતાને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દીપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. 

Sep 25, 2019, 10:44 AM IST

અમદાવાદ: સામાન્ય લોકો સાથે ઠગાઇ કરનાર નકલી PSIની ધરપકડ

PSI તરીકે ઓળખ આપી ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર અને બે દિવસ પહેલા મહિલા પોલીસ(Police)ને ચકમો આપી ફરાર થઈ જનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ફોર્સમાં જોડાવાની ઈચ્છા હતી અને તે માટે તેણે 3 પરિક્ષાઓ પણ આપી હોવાની કબુલાત કરી છે. ઉપરાંત નકલી પીએસઆઈ પાસેથી પોલીસે બનાવટી પિસ્ટલ પણ કબ્જે કરી છે.  

Sep 21, 2019, 06:22 PM IST

જામનગરમાં હની ટ્રેપ: નકલી પોલીસ બની ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ

શહેરમાં પુરુષ સુખી અને રૂપિયાવાળા પરિવારનો યુવાનોને અને જેની પાસે ફોરવ્હીલર કાર હોય તેવા લોકો સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી નકલી પોલીસની એક ગેંગને ખંભાળિયા પોલીસની ટીમે ઝડપી પાડી હતી. નકલી પોલીસના નામે ઠગાઈ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
 

May 31, 2019, 07:00 PM IST
Media worker become target of Fake police PT1M47S

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, લુંટાયો મીડિયાકર્મી

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને શખ્સો મીડિયાકર્મીનું એક્ટિવા લઈને થયા ફરાર થઈ ગયાં હતાં. હાલમાં મણિનગર પોલીસે લૂંટની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

May 18, 2019, 02:20 PM IST

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, મોડી રાત્રે મીડિયાકર્મી લૂંટાયો

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. 

May 18, 2019, 10:21 AM IST

નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સો, સ્થાનિકોએ ઝડપી કર્યા પોલીસને હવાલે

નકલી પોલીસ શહેર પોલીસ માટે માથાનો દુખાવા સમાન બની ગઇ છે. ત્યારે સ્થાનિક ગોરના કુવા નજીક નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સોને સ્થાનિકોએ ઝડપીને ખોખરા પોલીસને સોંપ્યા છે.

Dec 23, 2018, 06:08 PM IST