AHMEDABAD: હોમગાર્ડ ભાઇને બચાવવા સંબંધીઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માથે લીધું
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : હોમગાર્ડ ભાઈને છોડાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પોહ્ચ્યો પણ પોલીસે કાર્યવાહી કરતા કાગળો ફાડી પોલીસકર્મીને જોઈ લેવાની આપી ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. રાત્રી દરમિયાન કર્ફ્યૂ બિનજરૂરી અવર જવર કરતા વ્યક્તિઓ વિરુધ પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદનું હથીયાર ઉગામ્યું છે.
જોકે આ હથીયારને પગલે અનેક જગ્યાએ પોલીસને જનતા સાથે ઘર્ષણમાં ઉતરવું પડતું હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. તાજેતરમાં જ કૃષ્ણનગર પોલીસે એક યુવક વિરુધ કર્ફ્યૂ ભંગ બદલ કાર્યવાહી કરી તો બચાવવા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો ભાઈ પોલીસ સ્ટેશન પોહ્ચ્યો. જોકે હોમગાર્ડ જવાન ભાઇને છોડાવવા દાદાગીરી કરી પોલીસે કરેલા કાગળો ફાડી નાંખવા જતા પોલીસે અટકાવાયો તો પોલીસને જોઈએ લેવા ધમકી આપવા લાગ્યો. જેથી કૃષ્ણનગરનાં પોલીસકર્મી એ આ મામલે હોમગાર્ડ વિરુધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની હકીકત એવી છે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ઓફીસમાં એક યુવકની પુછપરછ ચાલી રહી હતી. ત્યારે ઝડપાયેલા યુવકે પોતાનું નામ જય ગીરીશભાઇ પુરાણી(પંડ્યા) હોવાનું પોલીસને કહ્યું .આ દરમિયાન હોમગાર્ડના ડ્રેસમાં એક યુવક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ઓફિસમાં પ્રવેશ્યો અને પોતે ચિંતન પુરાણી હોમગાર્ડમાં હોવાનું કહી જય પુરાણી વિરુધ કર્ફ્યુ ભંગની કાર્યવાહી નહી કરવા બોલાચાલી કરી પણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવાનું કહેતા હોમગાર્ડ જવાન ચિંતન પુરાણી ઉશ્કેરાયો હતો.
એટલુજ નહી પોલીસ સ્ટેશમાં જ પોલીસકર્મીને ધમકી પણ આપવા લાગ્યો કે હું હોમગાર્ડમાં છું મારા ભાઇ સામે કાર્યવાહી કરશો તો તમને જોઇ લઇશ. ત્યારબાદ જય પુરાણી સામે પોલીસે કરેલી કાર્યવાહીના કાગળો ફાડવા લાગ્યો. જેને પગલે કૃષ્ણનગર પોલીસના પોલીસકર્મીએ હોમગાર્ડ ચિંતન પુરાણી વિરુધ સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવતા હાલ નરોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે