અમદાવાદ RTOએ 8 મોટર ડ્રાઈવિંગ સ્કૂલનાં પરવાના કાયમી રદ્દ કર્યા
જો તમે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માં વાહન હંકારવાનું શીખવા જતા હોય તો ચેતી જજો...કારણ કે ક્યાંક આ મોટર ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ રદ્દ તો નથી થયું ને! તે ચકાસીને વાહન હંકારતા શીખજો... મોટર ડ્રાઇવિંગ સ્કૂલ આરટીઓના નિયમોનું પાલન નથી કરી શકતા તો તેઓ વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને વાહન હંકારવા માટેના જરૂરી નિયમો કઈ રીતે શીખવશે? તે પણ સવાલ ઉભો થાય છે જેને લઇ અમદાવાદ આરટીઓએ કડક કાર્યવાહી કરી.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: જો તમે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માં વાહન હંકારવાનું શીખવા જતા હોય તો ચેતી જજો...કારણ કે ક્યાંક આ મોટર ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ રદ્દ તો નથી થયું ને! તે ચકાસીને વાહન હંકારતા શીખજો... મોટર ડ્રાઇવિંગ સ્કૂલ આરટીઓના નિયમોનું પાલન નથી કરી શકતા તો તેઓ વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને વાહન હંકારવા માટેના જરૂરી નિયમો કઈ રીતે શીખવશે? તે પણ સવાલ ઉભો થાય છે જેને લઇ અમદાવાદ આરટીઓએ કડક કાર્યવાહી કરી.
અલગ-અલગ આઠ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના લાયસન્સ કાયમી માટે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં સારથી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ખુશી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, રૂચિ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, જયસ્વાલ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, રમેશ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, કાવ્યા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ભારતી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, અને જીત મોટર ડ્રાઈવિંગ સ્કૂલનો સમાવેશ થાય છે.
જુઓ LIVE TV
ડ્રાઇવિંગ સ્કૂલના લાયસન્સ રદ્ કરવા પાછળ કારણ એ સામે આવ્યું છે કે આ તમામ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો મોટર વ્હીકલ એક્ટ મુજબ અનુભવી વાહન શીખવતા લોકો નથી અથવા કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે વાહનોના જરૂરી વાહનોના દસ્તાવેજોથી લઇ ફસ્ટ એડ કીટ ન હોવાના જુદા જુદા કારણોને સર લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે