તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મચારી ભડભડ સળગ્યો, ત્યાં જ ભડથુ થઈ ગયો

The Fireman Was Badly Burned : અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતાં હાથ વીજ લાઈનને અડ્યો, પક્ષીને બચાવવામાં પ્રાણપંખેરુ ઊડી ગયું

તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મચારી ભડભડ સળગ્યો, ત્યાં જ ભડથુ થઈ ગયો

Ahmedabad News : અમદાવાદમાં ઉત્તરાયણ પર અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. પક્ષીનો જીવ બચાવતા એક ફાયર જવાને જીવ ગુમાવ્યો હતો. બોપલની મેપલ સ્કીમ પાસે આ ઘટના બની હતી. અનિલ પરમાર નામના ફાયર જવાનનું વીજ કરંટથી મોત નિપજ્યુ હતું. પતંગ દોરીમાં ફસાયેલા ચામાચીડિયાને બચાવતા સમયે હાઇટેન્શન વીજ લઈને સ્પર્શ થતા ભડથું થઇ ગયા હતા.

ઉત્તરાયણને કારણે અનેક જગ્યાઓએ પતંગના દોરા ફસાઈ જતા હોય છે. આ કારણે અનેક અબોલ જીવ આ દોરાઓમાં ફસાઈ જાય છે. આ કારણે આ અબોલ જીવોને બચાવવા માટે અનેક સંસ્થાઓ અભિયાન ચલાવે છે. તો ફાયર વિભાગ પણ પોતાના જીવને જોખમે દોરાઓમાં ફસાયેલા પક્ષીઓને બચાવતુ હોય છે. પરંતુ આ આ કામ કરતા સમયે અમદાવાદના એક ફાયર કર્મચારીનો જીવ ગયો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 16, 2024

 

ફાયર વિભાગનો કર્મચારી શહેરના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા ગયા હતા. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીને હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત નીપજ્યુ છે. આ સમાચારને પગલે પરિવાર અને ફાયરના આખા સ્ટાફમાં દુખનો માહોલ છવાયો છે.

જોકે, હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news