સિંધુભવન રોડનો VIDEO વાયરલ; સ્પા સંચાલકે જાહેરમાં મહિલાને વાળ પકડીને નિર્દયતાથી માર માર્યો

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ટાઈમ સ્કેવર બિલ્ડીંગમાં એક યુવતીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક યુવતીને વાળ પકડી માર મારી રહ્યો છે. 

સિંધુભવન રોડનો VIDEO વાયરલ; સ્પા સંચાલકે જાહેરમાં મહિલાને વાળ પકડીને નિર્દયતાથી માર માર્યો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં એક તરફ મહિલાઓના સન્માનની વાતો થઈ રહી છે. ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ટાઈમ સ્કેવર બિલ્ડીંગમાં એક યુવતીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક યુવતીને વાળ પકડી માર મારી રહ્યો છે. 

એટલું જ નહીં તેને આડેધડ ફડાકા ઝીંકી સ્પાની દીવાલ સાથે અથડાવી કપડાં પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ શરમજનક છે. 

આખા વીડિયોની અંદર આસપાસ લોકો પણ દેખાય છે તેમ છતાં યુવતીને બચાવવાની કોઈ હિંમત નથી કરતું. આ યુવકે યુવતીને એટલી હદે મારી કે યુવતીને ઉભી થવાના પણ હોશ ન રહ્યા. પરંતુ યુવક તેની સામે દાદાગીરી કરીને યુવતીને મારવાનું ચાલુ રાખે છે. આ વીડિયો વાયરલ થયા પછી સ્પા સંચાલક મોહસીન સ્પા બંધ કરીને ફરાર થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news