મામાની દીકરીને દિલ આપી બેઠો યુવક, મળી એવી સજા કે જાણીને તમે પણ ચોંકી જશે

આ ઘટના ભીંડ જિલ્લાના ફૂપ વિસ્તારમાંથી સામે આવી છે. ઇટાવા જિલ્લાના બધપુરા પોલીસ સ્ટેશન હેઠળના પોખરા ગામનો રહેવાસી અજય રાજપૂત તેના મામાની 15 વર્ષની પુત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો.

મામાની દીકરીને દિલ આપી બેઠો યુવક, મળી એવી સજા કે જાણીને તમે પણ ચોંકી જશે

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ભીંડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક છોકરો તેની મામાની છોકરીના પ્રેમમાં પડ્યો અને તેને પોતાની સાથે લઈ ગયો. પરંતુ થોડા દિવસો પછી પરિવારજનોએ બંનેને પકડી લીધા અને યુવકને ખૂબ માર માર્યો. ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી.

ગેંગસ્ટર અતિમ અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, મને મારી હત્યાનો ડર છેઃ અતીક

આ ઘટના ભીંડ જિલ્લાના ફૂપ વિસ્તારમાંથી સામે આવી છે. ઇટાવા જિલ્લાના બધપુરા પોલીસ સ્ટેશન હેઠળના પોખરા ગામનો રહેવાસી અજય રાજપૂત તેના મામાની 15 વર્ષની પુત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ એટલો વધી ગયો કે તેઓ ઘરેથી ભાગી ગયા. બંને પુણે પહોંચવા માંગતા હતા. આ માટે તે ભિંડના ફૂપ રેલ્વે સ્ટેશન પહોંચ્યા. પરંતુ યુવતીના ભાઈઓને તેની જાણ થઈ અને તેઓ પીછો કરીને સ્ટેશન પહોંચ્યા. યુવતીના ભાઈઓએ અજયને પકડીને ખૂબ માર માર્યો હતો.

સાંભળીને નવાઇ લાગશે, પણ હકીકત છે! ગુજરાતમાં શોધાયો પેટ્રોલ-ડીઝલનો તોડ, જાણીને થશે...

મારામારીના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અજયને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. મૃત્યુ પહેલા અજયે જણાવ્યું કે, તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. અજય સાથે ભાગી ગયેલી યુવતીએ જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોએ અજયને ખૂબ માર માર્યો હતો. તે પોતે ખૂબ જ મુશ્કેલીથી બચી શક્યો હતો. 

લોકસભામાં બધાની ડિપોઝિટ થશે ડૂલ,બધી બેઠક પર 5 લાખની લીડ મેળવવા શું છે BJPનો ગેમપ્લાન

આ મામલામાં પોલીસે એફઆઈઆર નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. આ અંગે ડીએસપી પૂનમ થાપાએ જણાવ્યું કે, અજય રાજપૂત નામનો યુવક પ્રેમ પ્રકરણમાં એક યુવતીનું અપહરણ કરીને તેને પોતાની સાથે લઈ ગયો હતો. યુવતીના પરિવારજનો પીછો કરીને ફૂપ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને તેને પકડીને માર માર્યો હતો. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેનું એમએલસી કરાવ્યું. 2 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીના બંને ભાઈઓની શોધખોળ ચાલુ છે.

Trending news