Ahmedabad ના યંગસ્ટર્સ કરે છે આ દવાનો નશો, પોલીસે ઝડપી પાડ્યો જથ્થો

હાલ ગાયકવાડ હવેલી પોલીસે (Police) ઈસ્માઈલ પઠાણ અને જાવેદ શેખને ખોટી રીતે રૂપિયા કમાવવાના કૌભાંડમાં નશાકારક દવાઓ વેચતા પોલીસે (Police) રંગેહાથ ઝડપી પાડયા છે

Ahmedabad ના યંગસ્ટર્સ કરે છે આ દવાનો નશો, પોલીસે ઝડપી પાડ્યો જથ્થો

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં ગાયકવાડ હવેલી વિસ્તાર ખાતે કફ સીરપ (Syrup) તરીકે વપરાતી દવાનો નશા વેચાણ થતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડી છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી હકીકત ના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગાયકવાડ હવેલી પોલીસ (Police) ની પકડમાં આવેલા  આ બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે કફ સીરપનું નશો કરતા લોકોને વેચાણ કરતા હતા. કોડેક કફ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હતાં. નોંધનીય છે કે આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે. પરંતુ પકડાયેલા બંને આરોપીઓ ઈસ્માઈલ ઉર્ફે ઈમુ પઠાણ અને જાવેદ શેખ રૂપિયાની લાલચમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનું વેચાણ કરતા હતા. પોલીસને બાતમી મળતા ગાયકવાડ હવેલી પોલીસના ડી સ્ટાફ પી.એસ.આઇ. વિપુલ સિંગરખીયા અને તેમની ટીમે વોચ ગોઠવીને આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મેડિકલ (Medical) માં મળતી આ કફ સીરપ (Cough Syrup) બિમાર વ્યક્તિની ખાંસી અને શરદી તો મટાડે જ છે. પરંતુ જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નશો પણ થાય છે. બીજી તરફ અલગ અલગ કંપનીની કફ સીરપ સરળતાથી દરેક મેડિકલ સ્ટોર (Medical Store) પર મળી રહે છે. અને એમાં પણ ગાયકવાડ હવેલીમાં પકડાયેલા આવા આરોપીઓ બમણા રૂપિયા કમાવવાની લાલચમાં નશો કરનાર લોકોને ડોક્ટર (Doctor) ના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરે છે અને કાયદાના કુંડાળામાં ફસાઈ જાય છે. 

હાલ ગાયકવાડ હવેલી પોલીસે (Police) ઈસ્માઈલ પઠાણ અને જાવેદ શેખને ખોટી રીતે રૂપિયા કમાવવાના કૌભાંડમાં નશાકારક દવાઓ વેચતા પોલીસે (Police) રંગેહાથ ઝડપી પાડયા છે અને નશાકારક દવાના આ ગેરકાયદેસર કારોબારમાં અન્ય કોણ કોણ જોડાયેલા છે તે જાણવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news