'તે મારી પાણીની બોટલ કેમ ફેંકી', કહીને આરોપીઓએ યુવકને નગ્ન કરી મોઢું છૂંદી ક્રૂર હત્યા કરી

હત્યાના સમગ્ર બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ વહેલા સવારે સરદારનગર પોલીસને એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નરોડા પાટિયા પાસે નગ્ન હાલતમાં અને મોઢું છુંદેલું એક મૃતદેહ મળ્યો છે.

'તે મારી પાણીની બોટલ કેમ ફેંકી', કહીને આરોપીઓએ યુવકને નગ્ન કરી મોઢું છૂંદી ક્રૂર હત્યા કરી

ઉદય રંજન/અમદાવાદ: સરદારનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પીવાના પાણીની બોટલ બાબતે આરોપીએ હત્યાને અંજામ આપ્યાનું તપાસમાં ખુલવા પામ્યું છે. 

સરદારનગર પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ શખસનું નામ છે. મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળું છારા સહિતના સગીર વયના કિશોરે એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પણ પોલીસની બાઝ નજરથી બચી ન શક્યા અને પાંચ જ દિવસમાં હત્યાના ગુનામાં સરદારનગર પોલીસના હાથે ચઢી ગયા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હત્યા કરવા પાછળનું કારણ પૂછતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કેમ કે હત્યાનું કારણ નજીવું હતું. 

હત્યાના સમગ્ર બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ વહેલા સવારે સરદારનગર પોલીસને એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નરોડા પાટિયા પાસે નગ્ન હાલતમાં અને મોઢું છુંદેલું એક મૃતદેહ મળ્યો છે. આ મેસેજ મળતાની સાથે સરદારનગર પોલીસની એક ટીમ બનાવ વાળા સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી કે મૃતક કોણ છે ત્યારે મૃતક ઓળખ થઈ શકી ન હતી. સરદાર નગર પોલીસે બનાવ વાળા સ્થળ આસપાસના સીસીટીવી અને સ્થાનિકો તપાસવાની શરૂવાત કરી હતી. ત્યારે 5 સાક્ષીઓ મળી આવ્યા. આ હત્યા થઈ રહી હતી ત્યારે તેમણે જોઈ હતી. જે આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી અને સરદારનગર વિસ્તારમાં બાતમીદારો મારફતે આરોપીઓને ઓળખવાની શરૂવાત કરી હતી. જેમાં મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળુ છારા સહિત સગીર વયના આરોપીઓની ઓળખતા બંનેની પહેલા અટકાયત કરી પૂછરછ હાથ ધરતા આ હત્યાની કબૂલાત કરી હતી. 

સરદાર નગર પોલીસે દ્વારા આરોપીઓની પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું હતું કે બને આરોપીઓ અપનાઘર વિસ્તારમાં ઘુમ્મટમાં બેઠા હતા ત્યારે મૃતક ત્યાં આવી આ બંને ની પાણી પીવાની બોટલ ફેંકી દીધી હતી અને ત્રણેય વચ્ચે ઝગડો થયો હતો. ઝગડો એટલે ઉગ્ર થવા પામ્યો હતો કે આરોપીઓએ બંને ભેગા મળીને મૃતકના કપડા કાઢી પેન્ટથી પહેલા ગળેટૂંપો આપ્યો બાદમાં પથ્થરથી મૃતકનું માથું છૂંદી નાખ્યું હતું. 

ઓળખ ના થાય એ માટે બે આરોપી પૈકી મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળું છતાં મૃતકનું ટીશર્ટ લઈને જતો રહ્યો હતો. જેથી મૃતકની ઓળખ ન થાય ત્યારે આ પ્રકારે ક્રૂરતાથી હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરતા સગીર વયના આરોપી અગાઉ પણ પોકસોના કેસમાં પકડાય ચૂક્યો છે. હત્યાના ગુનાની ગૂંથી ઉકેલી મૃતકના વાલી વારસાની ઓળખ કરવાની હાથ ધરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news