અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ: પોલીસ કમિશ્નર

લોકડાઉનનાં કડક અમલીકરણ માટે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ: પોલીસ કમિશ્નર

મૌલિક ધામેચા/અમદાવાદ : લોકડાઉનનાં કડક અમલીકરણ માટે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કોઇ પણ કારણ વગર ટુ વ્હીલર, ફોર વ્હીલર પર બહાર નિકળી શકશે નહી. જો કારણ વગર બહાર નીકળશે તો તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત વાહન પણ ડિટેઇન કરવામાં આવશે. જે કોરોનાકાળ પુર્ણ થયે જ છુટશે. જો કે આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારી અને દુધ તથા શાકભાજી અને કરિયાણુ લેવા માટે જતા લોકોને છુટ આપવામાં આવી છે.

પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાના જણાવ્યા અનુસાર, ગુગલ મેપથી જોવામાં આવતા ટ્રાફીક વધારે જોવા મળે છે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનને જાણ કરીને કાર્યવાહી માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકો વિવિધ બહારા હેઠળ બહાર નિકળી જતા હોવાથી આ નિર્ણય લેવો પડ્યો છે. જાહેર કરાયેલા ક્લસ્ટર દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા, રખિયાલ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુ માટે કોર્પોરેશન સતત કામગીરી કરી રહ્યું છે.

આશિષ ભાટીયાએ જણાવ્યું કે, અત્યાર સુધી 1035 ગુના નોંધાયા છે. 3091 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે સતત કાર્યરત છે. સીસીટીવીથી પણ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિવૃત પોલીસ કર્મચારીઓની પણ યાદી બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ જાહેરનામાનો સાચો અર્થ શું
લોકો દુધ-શાકભાજી અને દવાનાં નામે વાહનો લઇને બહાર નિકળી પડતા હતા. નજીકમાં તમામ વસ્તું મળતી હોવા છતા પણ દુર જઇને વસ્તું ખરીદવા જતા હતા. જો કે હવે આ જાહેરનામા બાદ આવા લોકો પર લગામ લગાવી શકાશે. કોઇ પણ લોકો વાહન સાથે બહાર નહી નિકળી શકે. આસપાસનાં વિસ્તારમાંથી જ દુધ અને શાકભાજી તથા કરિયાણુ ખરીદવાનું રહેશે. ઇમરજન્સી સ્ટાફ સિવાયનાં તમામ વાહનો પર પ્રતિબંધ લગાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news