ICMRની એડવાઇઝરી, ક્લસ્ટર-હોટસ્પોટ વિસ્તારમાં એન્ટીબોડી બ્લડ ટેસ્ટની સલાહ


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જ્યાંથી કોરોના વાયરસના સંક્રમણના વધુ મામલા આવ્યા છે, તે ક્લસ્ટર કે હોટસ્પોટ વિસ્તારમાં આ ટેસ્ટ કરવાની સલાહ આપી છે.

ICMRની એડવાઇઝરી, ક્લસ્ટર-હોટસ્પોટ વિસ્તારમાં એન્ટીબોડી બ્લડ ટેસ્ટની સલાહ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ એક એડવાઇઝરી જારી કરી છે. તેમાં કોવિડ-19 માટે ક્લસ્ટર ઝોન અને મોટા પ્રવાસ કેન્દ્રોમાં ઝડપથી એન્ટીબોડી-આધારિત લોહીની તપાસ શરૂ કરવાનું કહ્યું છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જ્યાંથી કોરોના વાયરસના સંક્રમણના વધુ મામલા આવ્યા છે, તે ક્લસ્ટર કે હોટસ્પોટ વિસ્તારમાં આ ટેસ્ટ કરવાની સલાહ આપી છે. એડવાઇઝરીમાં તે દર્દીઓને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન કરવાનું કહેવામાં આવ્યું છે, જેમાં ઇન્ફ્લૂએન્જાના લક્ષણ જેવા કે શરદી, ઉઘરસ કે તાવ હોય. ત્યારબાદ રેપિડ એન્ટીબોડી-આધારિત બ્લડ ટેસ્ટ કરાવવાની વાત કહેવામાં આવી છે. 

તો બ્લડ ટેસ્ટથી રિઝલ્ટ પોઝિટિવ આવે છે તો દર્દીને ટ્રીટમેન્ટ આપવા અને હોમ ક્વોરેન્ટાઇન કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ બ્લડ ટેસ્ટથી તેની જાણકારી નહીં મળશે કે કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી પોઝિટિવ છે કે નહીં. હકીકતમાં તેના માધ્યમથી તે જરૂર ખ્યાલ આવશે કે કોઈ વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવ્યો હતો. 

બીજીતરફ રેપિડ એન્ટીબોડી બ્લડ ટેસ્ટ નેગેટિવ આવવા પર લોકોએ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. એન્ટીબોડી બ્લડ ટેસ્ટ પોઝિટિવ આવવા પર કોરોના વાયરસની પુષ્ટિ ગળા કે નાકથી લીધેલા નમૂનાના આરટી-પીસીઆરથી કરવામાં આવશે. હકીકતમાં, કોરોના વાયરસની ચોક્કસ જાણકારી માટે સ્વેબ દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ થાય છે. આ ગળા કે નાકમાંથી લેવામાં આવે છે. 

દેશમાં કેટલા મામલા?
દેશમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. કોરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઈ છે. તો કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news