PSM@100: ગજબનું મેનેજમેન્ટ: રોજ હજારો વાહનનો ખડકલા તેમ છતાં ગોતવામાં સહેજ પણ ના લાગે વાર
જોકે અહીં જે પણ હરિભક્ત પ્રમુખસ્વામી નગરમાં આવશે તે માત્ર ત્રણથી સાત મિનિટની અંદર આ નગરમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનું પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પાર્કિંગ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: 600 એકરમાં ઉજવાઈ રહેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી હોય તે પ્રકારનું પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.. રોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવાથી લઈને પરત કરવા સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે. એના કારણે મુલાકાતઓ પણ હવે આશ્ચર્યમાં મુકાયા છે.
જોકે અહીં જે પણ હરિભક્ત પ્રમુખસ્વામી નગરમાં આવશે તે માત્ર ત્રણથી સાત મિનિટની અંદર આ નગરમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનું પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પાર્કિંગ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 4000 સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા છે. 1700 સેવકો પાર્કિંગમાં સેવા આપે છે. 62 પ્લોટ અહીંયા પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક કરોડ 49 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં પાર્કિંગની સુવિધા એટલે 600 એકર જમીનમાં 325 એકર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પાર્કિંગમાં 300 બસ 26,000 થી વધુ કાર 1200 હેવી વિહિકલ 250 લોડીંગ કાર અને 13000 ટુ વ્હીલર પાર્કિંગ છે જેમાં 41425 વાહનોનું પાર્કિંગ થઈ શકે જો કે અહીં પાર્કિંગમાં માર્કિંગ માટે 25 ટન ચુનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીં 13 હજાર જેટલી વુડ સ્ટીક નો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રણ ટન દોરી ઉપયોગ કરવામાં આવ્યો છે 7,00,000 રનિંગ ફૂટ દોરી છે અને અહીં 25 જેટલી વ્યવસ્થા મૂકવામાં આવી છે.
અહીં પાર્કિંગ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 4000 સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા છે. 1700 સેવકો પાર્કિંગમાં સેવા આપે છે. 62 પ્લોટ અહીંયા પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક કરોડ 49 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં પાર્કિંગની સુવિધા એટલે 600 એકર જમીનમાં 325 એકર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે અહીં પાર્કિંગમાં માર્કિંગ માટે 25 ટન ચુનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં 13 હજાર જેટલી વુડ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ ટન દોરી ઉપયોગ કરવામાં આવ્યો છે. 7,00,000 રનિંગ ફૂટ દોરી છે. અને અહીં 25 જેટલી વ્યવસ્થા મૂકવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે