ભાદરવી પૂનમનો મહામેળો પૂરો, 6 દિવસમાં 22 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા 6 દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે. આજ રાત્રિના 12 કલાકે મેળો પૂર્ણ થયેલો ગણવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવેલા યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મેળો આજે સુખરૂપે સંપન્ન થતા પોલીસ વિભાગ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. છેલ્લા 10 એક વર્ષથી અંબાજી મેળામાં જે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ ફરજ ઉપર આવે છે, તે સહીત તેમના પરિવારો પણ આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાય છે. મેળો શાંતિપૂર્ણ પૂર્ણ થતા ભારે હર્ષોલ્લાસ સાથે વાજતે-ગાજતે માં અંબેના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. રેન્જ IG જેઆર મોથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાયા હતા.
ભાદરવી પૂનમનો મહામેળો પૂરો, 6 દિવસમાં 22 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા 6 દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે. આજ રાત્રિના 12 કલાકે મેળો પૂર્ણ થયેલો ગણવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવેલા યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મેળો આજે સુખરૂપે સંપન્ન થતા પોલીસ વિભાગ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. છેલ્લા 10 એક વર્ષથી અંબાજી મેળામાં જે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ ફરજ ઉપર આવે છે, તે સહીત તેમના પરિવારો પણ આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાય છે. મેળો શાંતિપૂર્ણ પૂર્ણ થતા ભારે હર્ષોલ્લાસ સાથે વાજતે-ગાજતે માં અંબેના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. રેન્જ IG જેઆર મોથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાયા હતા.

રાત્રે 12 વાગ્યાના ટકોરે મેળો પૂરો થશે 
જોકે આ વખતે બે વર્ષ બાદ મેળો ભરાયો છે, ને આટલા દિવસોમાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શનનો લાભ લીધો. ત્યારે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં રેવન્યુ વિભાગ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ વખતથી ધજા ચઢાવવાની શરૂઆત કરાઈ છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ અન્ય તાલુકાને જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મહત્તમ તમામ વિભાગો દ્વારા 52 ઘજની ધજા સાથે નાની-મોટી 51 જેટલી ધજાઓ માતાજીના મંદિરે અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ એક યાત્રિકની જેમ જ લાઈનમાં રહી માતાજીની ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આજે આ મેળો પૂર્ણ થઇ રહ્યો છે, ત્યારે તમામ વિભાગો સહિત મીડિયા કર્મીઓનો પણ આભાર માન્યો હતો અને આ ભાદરવી પૂનમનો મેળો આજ રાત્રિના 12 કલાકે પૂર્ણ થયેલો ગણાશે તેવી જાહેરાત કરી હતી. 

શક્તિપીઠ અંબાજી ગામમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો અને અંતિમ દિવસ હતો. મેળાનો છેલ્લો દિવસ હોવાથી અંબાજી જતા માર્ગો ઉપર માતાજીના રથ ધમધમતા દેખાયા હતા. ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદથી આજે માર્ગો ગુંજી રહ્યાં હતા. આજે પુનમની સાથે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થયા છે અને અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની ધજા પતાકા લઇ મા અંબેના દરબારમાં પહોંચતા જોવા મળી રહ્યા હતા. ત્યારે કેટલાક પદયાત્રીઓએ પોતાના વતનથી અખંડ દીવો લઇ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. 

શ્રદ્ધાળુઓના મતે આ અખંડ જ્યોત પોતાના ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં વરસાદ કે વાવાઝોડું હોય તો પણ બુઝવવા દેવામાં આવતી નથી. અંબાજી મંદિરમાં પહોંચ્યા બાદ આ જ્યોતને મંદિરમાં રહેલી જ્યોત સાથે મિલાવી દેવામાં આવે છે. જોકે આ મેળામાં પોલીસની કામગીરીને પણ યાત્રિકોએ વખાણી હતી. 

જોકે અંબાજીમાં મેળામાં છેલ્લા દિવસે હમણાં સુધીમાં 22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. મંદિરના શિખરે 3 હજાર ઉપરાંત ધજારોહણ પણ કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ત્રણ કિલો જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે. અંબાજી મંદિર દ્વારા શરૂ કરાયેલી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં અઢી લાખ ઉપરાંત લોકોએ આ સેવાનો લાભ લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news