લો બોલો! મોહનથાળના કારણે ગુજરાતમાં અહીં 300થી વધુ મહિલાઓ બની બેકાર, ઘરમાં ચૂલા નહીં સળગે!
વર્ષોથી માં અંબાના દર્શન કરવા આવતા ભક્તોને માતાજીને ચડાવેલ ભોગ મોહનથાળ ભક્તોને આપતો હતો. જે બંધ કરી દેતા લોકોમાં તો ભારે રોષ છે, પણ તેની સાથે સાથે મહાપ્રસાદનું વર્ષોથી કટિંગ અને પેકીંગ કરતી 300 જેટલી ગરીબ ઘરની મહિલાઓની રોજીરોટી છીનવાઇ
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા તેની જગ્યાએ પ્રસાદમાં ચીક્કી આપતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
વર્ષોથી માં અંબાના દર્શન કરવા આવતા ભક્તોને માતાજીને ચડાવેલ ભોગ મોહનથાળ ભક્તોને આપતો હતો. જે બંધ કરી દેતા લોકોમાં તો ભારે રોષ છે, પણ તેની સાથે સાથે મહાપ્રસાદનું વર્ષોથી કટિંગ અને પેકીંગ કરતી 300 જેટલી ગરીબ ઘરની મહિલાઓની રોજીરોટી છીનવાઇ જતા 50 થી વધુ મહિલાઓએ અંબાજી મંદિરના પરિસરમાં આવીને સુત્રોચાર કરીને મોહનથાળ ફરીથી ચાલુ કરીને તેમને રોજીરોટી પાછી આપવાની માંગ કરી હતી.
વર્ષોથી ગરીબ મહિલાઓ મોહનથાળનું કટિંગ અને પેકીંગ કરતી હતી અને તેના કારણે જ તેમના ઘરનું ગુજરાન ચાલતું હતું. જોકે હવે અચાનક જ તેમની રોજીરોટી છીનવાઇ જતા તેમની ઉપર મોટું સંકટ આવી ગયું છે એવું તેવોનું કહેવું છે કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ઘરડા લોકો છે તેમની જવાબદારી તેમના ઉપર હતી. પણ હવે તેવો હવે બેકાર થઈ ગયા છે. હવે તેવો કેવી રીતે ઘર ચલાવે. જેથી તેવો માંગ કરી રહ્યા છે કે મંદિરમાં ફરીથી મોહનથાળ ચાલુ કરવો જોઈએ જેથી તેમને રોજીરોટી મળી રહે.
મહત્વનું છે કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા 300 જેટલી બહેનો બેકાર બની છે, તેવો અંબાજી મંદિર પરિસરમાં આવીને સુત્રોચાર કરી રહી છે તેમની સાથે વાત કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે