ડિસેમ્બરમાં તારીખો આપીને અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતીઓની શાંતિ હણાય એવો વરસાદ આવશે
Gujarat Rains Alert : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો ઠંડીનું જોર વધ્યું...છેલ્લા બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો...આવનાર દિવસમાં હજુ પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી...ઠંડીનો ચમકારો વધતાં લોકોએ ગરમ વસ્ત્ર અને તાપણાંનો લેવો પડ્યો સહારો...
Trending Photos
Gujarat Weather Forecast : મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા. કારણ કે, આખું ડિસેમ્બર હવે કમોસમી વરસાદ ધમરોળશે. ડિસેમ્બર માવઠાનો રહેશે.અંબાલાલ તારીખે ડિસેમ્બર મહિનાનું આખુ લિસ્ટ આપ્યું છે, જેમાં તારીખો સાથે આગાહી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
ડિસેમ્બરમાં વરસાદની આગાહીનું આ લિસ્ટ સાચવી રખજો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.
કડકડતી ઠંડી સાથે આવશે માવઠું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.
રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે. હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે