અંબાલાલ પટેલની ભયાનક આગાહી, 8-10 ઇંચ વરસાદ ગુજરાતના આટલા વિસ્તારોને ધમરોળશે

 ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવતા આવતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે પ્રખ્યાત હવામાનવિદ અંબાલાલ પટેલ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી કે આ તો હજી શરૂઆત છે. હાથી આવે ત્યારે સુંઢ હલાવે નહી તો પુછડુ પઢાડે એટલે કે હાથી નક્ષત્રની શરૂઆતમાં જ આ વરસાદ પડ્યો છે. હજી આ નક્ષત્ર પુર્ણ થશે ત્યારે પણ ભારે વરસાદ વરસાવશે. અંબાલાલ પટેલે કરી આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદનું કારણ દક્ષિણ ભારતમાં સાગરમાં પ્રવર્તતી સાનુકુળ સ્થિતિ, બંગાળના ઉપસાગરમાં સાનુકુળ સ્થિતિના કારણે વરસાદ ભારેથી અતિભારે પડશે. એક પછી એક લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ભારે વરસદા પડશે. 

અંબાલાલ પટેલની ભયાનક આગાહી, 8-10 ઇંચ વરસાદ ગુજરાતના આટલા વિસ્તારોને ધમરોળશે

ગાંધીનગર : ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવતા આવતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે પ્રખ્યાત હવામાનવિદ અંબાલાલ પટેલ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી કે આ તો હજી શરૂઆત છે. હાથી આવે ત્યારે સુંઢ હલાવે નહી તો પુછડુ પઢાડે એટલે કે હાથી નક્ષત્રની શરૂઆતમાં જ આ વરસાદ પડ્યો છે. હજી આ નક્ષત્ર પુર્ણ થશે ત્યારે પણ ભારે વરસાદ વરસાવશે. અંબાલાલ પટેલે કરી આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદનું કારણ દક્ષિણ ભારતમાં સાગરમાં પ્રવર્તતી સાનુકુળ સ્થિતિ, બંગાળના ઉપસાગરમાં સાનુકુળ સ્થિતિના કારણે વરસાદ ભારેથી અતિભારે પડશે. એક પછી એક લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ભારે વરસદા પડશે. 

હાલ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ઓરિસ્સા અને બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની અસર સમગ્ર દેશના વાતાવરણ પર પડશે. સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવા, તોફાની વરસાદ પડવો વગેરે જેવી સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાશે. સપ્ટેમ્બર 28-29 દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 8-10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, મધ્યગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 

કચ્છ અને સૌરાષ્ટ્ર ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 28-29-30-1 ઓક્ટોબર સુધી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હાથી નક્ષત્ર હોવાનાં કારણે વરસાદ ગાજે તેટલો જ વરસે પણ ખરો. જો કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ બાદ ધીરે ધીરે ચોમાસુ વિદાય લેશે. જો કે આ વરસાદના કારણે કૃષી પાકો જેવા કે, ધાન્ય પાકો, કપાસ, શેરડી, મગફળી, કઠોળ અને તલ જેવા અનેક પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news