Gold Price Today : સસ્તું થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ GOLD નો ભાવ

સોની બજારમાં સોમવારે જ્વેરાતી સોનું એટલે કે 18 અને 14 કેરેટ ગોલ્ડના ભાવમાં ઘટાડો થયો છે. તો 22થી લઈને 24 કેરેટ સોનાના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી છે. 
 

Gold Price Today : સસ્તું થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ GOLD નો ભાવ

નવી દિલ્હીઃ Gold Price Today 27th Sep 2021 : સોની બજારમાં સોમવારે જ્વેરાતી સોનું એટલે કે 18 અને 14 કેરેટ ગોલ્ડના ભાવમાં ઘટાડો થયો છે. તો 22થી લઈને 24 કેરેટ સોનાના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી છે. હવે શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 9976 રૂપિયા સસ્તું થઈ ચુક્યુ છે. તો ચાંદી 15775 રૂપિયા સસ્તી થઈ ચુકી છે. શુક્રવારના મુકાબલે 18 કેરેટ સોનું જ્યાં 411 રૂપિયા તૂટી 34709 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું તો ચાંદી 177 રૂપિયા તૂટી 60233 રૂપિયા કિલો પર ખુલી હતી. 

મહત્વનું છે કે પાછલા વર્ષે 7 ઓગસ્ટે સોનું 56126 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર રહી શકે છે. 

મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ  (ibjarates.com) પ્રમાણે 27 સપ્ટેમ્બર 2021ના દેશભરની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે.

ધાતુ 27 સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 24 સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 46278 46274 4
Gold 995 (23 કેરેટ) 46093 46089 4
Gold 916 (22 કેરેટ) 42391 42387 4
Gold 750 (18 કેરેટ) 34709 35120 -411
Gold 585 ( 14 કેરેટ) 27073 27393 -320
Silver 999 60233 Rs/Kg 60410 Rs/Kg -177 Rs/Kg

IBJAનો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલ રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરંટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીનો કરંટ રેટ અથવા તેમ કહો કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાઓ પર અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news