અંબાલાલે આગાહી કરી હતી એવુ જ થયું, હીટવેવ વચ્ચે વરસાદ ત્રાટક્યો, આટલા જિલ્લામાં છે આગાહી

Severe Heatwave Alert In Gujarat : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી.. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં પડી શકે વરસાદ.. તો ભાવનગર, દીવ, પોરબંદર, સુરતમાં હીટવેવની આગાહી..    
 

અંબાલાલે આગાહી કરી હતી એવુ જ થયું, હીટવેવ વચ્ચે વરસાદ ત્રાટક્યો, આટલા જિલ્લામાં છે આગાહી

Gujarat Weather : ગુજરાતનાં વાતાવરણમાં કલ્પનીય પલટો આવ્યો છે. એક તરફ હીટવેવની આગાહી છે, આગ દઝાડતી ગરમી છે અને બીજી તરફ, અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આજે અને કાલે ગુજરાતમાં હીટવેવની આગાહી. તે વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાત, તથા સૌરાષ્ટ્રમાં વરસાદની દસ્તકથી વાતાવરણ પલટાયું છે. હજી 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શકયતા આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. મંગળવાર અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધ્યુ હતું. હીટવેવના કારણે અમદાવાદના લોકો રીતસરના અકળાય હતા. તો મંગળવારે રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો 43.5 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હાલ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે. પોરબંદર અને સુરતમાં પણ હીટવેવની આગાહી છે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 

મંગળવારે ક્યાં ક્યાં વરસાદ આવ્યો 
મંગળવારે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવ્યા હતા. રાજકોટના વિંછીયાના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો. વીંછીયા, થોરિયાળી, પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાક્યો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. તો અમરેલીમાં ઢળતી સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા હતા. જેથી અમરેલી શહેર સહીત કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે વરસાદ છતાં અમરેલી જિલ્લામાં ગરમીથી કોઈ રાહત નથી. 

ઉત્તર ગુજરાતમાં વરસાદ
સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભુતિયા, ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં માવઠું પડ્યુ હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. 

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

નવી આગાહી 
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 

ગેનીબેનના ગઢમાં થયું સૌથી વધુ મતદાન, બમ્પર વોટિંગથી શું બનાસકાંઠામાં તખ્તો પલટાશે?
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news