હાર્દિક પટેલે ઉપવાસ માટે માંગેલા ગ્રાઉન્ડને કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કરતા વિવાદ
આગામી 25 ઓગસ્ટથી અમદાવાદમાં હાર્દિક દ્વારા આમરઆંત ઉપવાસ કરવાનું આયોજન હતું.
Trending Photos
અમદાવાદઃ હાર્દિક પટેલે ઉપવાસ માટે માગેલા ગ્રાઉન્ડને અચનાક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લોટ જાહેર કરાતાં વિવાદ સર્જાયો છે. ગ્રાઉન્ડને લઇને પાસ આગેવાન નિખિલ સવાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારની તાનાશાહીનો આ વધુ એક પુરાવો છે. ઉપવાસ માટે માગવામાં આવેલા ગ્રાઉન્ડને જનરલ ડાયરના કહેવાથી અમદાવાદ કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું. તો સાથે જ સવાણીએ ચિમકી આપી કે, પાસને મંજૂરીની જરૂર નથી. હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર ઉપવાસ કરીશું. કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગૃહ મંત્રીની રહશે. જો અમને પરમિશન નહીં મળે તો આગામી દિવસોમાં ભાજપના ઇશારે કામ કરતાં સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે.
ઉલ્લેખનીય છે કે, આગામી 25 ઓગસ્ટથી અમદાવાદમાં હાર્દિક દ્વારા આમરઆંત ઉપવાસ કરવાનું આયોજન હતું. આ માટે તેની સાથે મોટી સંખ્યામાં પાટીદારોને જોડાવાની અપીલ કરી હતી.
હાર્દિકે ઉપવાસ કરવા માટે સંભવિત સ્થળ નિકોલ વિસ્તારમાં આવેલું ગ્રાઉન્ડ પસંદ કર્યું હતું. પરંતુ હવે અમદાવાદ કોર્પોરેશને આ ગ્રાઉન્ડને પાર્કિંગ ઝોન જાહેર કરતા વિવાદ શરૂ થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે