સ્માર્ટ સિટી News

વડોદરા : એકવાર સ્માર્ટ રોડ બન્યા બાદ પાંચ વર્ષ સુધી કોઈ ખાડો નહિ ખોદાય
વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકા તંત્ર પહેલા સ્માર્ટ રોડ બનાવી રહી છે. જેના માટે પાલિકાએ એક જાહેર નોટિસ બહાર પાડી છે. વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ વડોદરાના કેટલાક રોડ પર કોઈ પણ ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટરને વાયરીંગ કે અન્ય કામગીરી કરવી હોય તો 7 દિવસમાં રોડ શાખાનો સંપર્ક કરવા આદેશ કર્યો છે. પાલિકા એક એપ્રિલથી સ્માર્ટ રોડ પર રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરશે. જેથી જે ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટર કે કેબલ ઓપરેટર સાત દિવસ બાદ રોડ પર કામગીરી કરવા માંગતા હશે તેમને પાલિકા મંજૂરી નહીં આપે. એક વખત સ્માર્ટ રોડ બનાવ્યા બાદ પાલિકા તંત્ર પાંચ વર્ષ સુધી કોઈને પણ રોડ ખોદવા નહી દે તેવી જાહેરાત કરાઈ છે. વડોદરા. રાજ્યનું એક એવુ શહેર છે જ્યાં નગરજનોના વાંચન માટે પાલિકા સંચાલિત એક પણ લાઈબ્રેરી નથી. શહેરના સુભાનપુરા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચે એક લાઈબ્રેરી બનાવવામાં આવી હતી. જેનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવ્યું છે. બીજા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 45 તેમજ સુરત માં 106 જેટલી લાઈબ્રેરીનું સંચાલન નગરપાલિકા કરી રહી છે. સુભાનપુરાની લાઈબ્રેરી બે વર્ષથી ખંડેર હાલતમાં છે. હાલ આ લાઈબ્રેરીને તાળા લાગી ગયા છે જેના કારણે વાંચન પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
Mar 10,2020, 9:45 AM IST
સુરત: ભીના કચરામાંથી ખાતર તો બને છે પરંતુ માત્ર કાગળ પર, કરોડોનું આંધણ !
સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે શહેરના અલગ અલગ ઝોનમાં પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા ચાલીસ લાખથી વધુના ખર્ચે પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરતના આંજણાફાર્મ ખાતે મુકવામાં આવેલ ઓર્ગેનિક પ્લાન્ટ માં મોટાપાયે ગોબાચારી આચરવામાં આવતી હોવાના આરોપ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કર્યા છે. ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલ પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે. રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.
Jan 22,2020, 18:33 PM IST
Video : સ્માર્ટ સિટી વડોદરામાં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે
Mar 31,2019, 12:47 PM IST

Trending news