અમિત શાહે કોંગ્રેસને સંભળાવી દીધું કે, 25 વર્ષથી તમારી સરકાર જ નથી તો કેવી રીતે તમારું કામ બોલે..?

Gujarat Elections 2022 : અમદાવાદના નરાડોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા.. કોંગ્રેસ પર અમિત શાહે કર્યા પ્રહાર.. કહ્યું 25 વર્ષથી તમારી સરકાર જ નથી તો કેવી રીતે તમારું કામ બોલે..?

અમિત શાહે કોંગ્રેસને સંભળાવી દીધું કે, 25 વર્ષથી તમારી સરકાર જ નથી તો કેવી રીતે તમારું કામ બોલે..?

Gujarat Elections 2022 મૌલિક ધામેચા/અમદાવાદ : નરોડા વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની શુક્રવારે સાંજે ભવ્ય જાહેરસભા યોજાઈ હતી. અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચાર કર્યો હતો. નરોડા વિધાનસભામાં અમિત શાહની જાહેરસભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. જ્યાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 25 વર્ષથી તમારી સરકાર જ નથી તો કેવી રીતે તમારું કામ બોલે..?

અમિત શાહે ભારત માતાના જયઘોષ સાથે સંબોધન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, હું પાયલબેન કુકરાણીને જીતાડવાની અપીલ કરવા નરોડામાં આવ્યો છું. આ ચૂંટણી BJP નિશ્ચિતપણે જંગી બહુમતથી જીતે છે. કોંગેસીયાઓના પેટમાં થોડું તેલ રેડાયું છે. ટિકિટ આપતા પહેલા વિચાર હતો કે, અનુભવ નથી દીકરીને પણ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો જોઈ તેના જીતવાની આશા સ્પષ્ટ દેખાય છે. અહીંયા આવતા એક બોર્ડ જોયું કોંગેસનું. એમા ‘કામ બોલે છે’ એવું લખેલું પણ છેલ્લા ઘણા વર્ષથી સત્તામાં નથી, આ બધા કામ BJP એ કર્યા છે. આજે ગુજરાતમાં જે ઉદ્યોગો લાગ્યા, એમાં 30% ગુજરાત નિકાસ કરે છે. સૌથી વધુ સ્ટાર્ટ અપ, કૃષિ વિકાસ દર ગુજરાતમાં રહ્યો છે. કોમી હુલ્લડ કરવાવાળા ખોડ ભૂલી ગયા છે. 2002માં અટકચાળો કર્યો, એમાં કાયદાનો એવો સંકજો કે હવે કોઈ દાદાઓ રહ્યા નથી. 

તેમણે કહ્યું કે, અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એકસમાન થયું છે. કાંકરિયા લેક દુર્ગંધ મારતું હતું, હવે અટલ ટ્રેનમાં પરિવાર બાળકો સાથે આવતા થયા છે. હું 1978 માં આવ્યો અને સાબરમતી બે કાંઠે વહેતી જોઈ ન હતી, હવે અહીં રિવરફ્રન્ટ બન્યો છે. વસ્ત્રાલ સુધી મેટ્રો પહોંચી છે. હવે ખૂણે ખૂણે મેટ્રો અમદાવાદમાં પહોંચ્યાં બાદ ટ્રાફિક હળવો થશે. નરેન્દ્રભાઈ આ બધા કામ કર્યા છે કે નહિ તે હું તેમને પૂછવા માંગુ છું. 

આપણને કાશ્મીર મળવું જોઈતું હતું. 370 હટાવી જોઈતી હતી. 35A સમાપ્ત થવી જોઈતી હતી. કોંગેસ સહિત બધી પાર્ટીઓ કાઉ કાઉ કરતી હતી. રાહુલ બાબા લોહીની નદી વહેવાની વાત કરતા હતા, પણ કાશ્મીરમાં 3 વર્ષથી કાંકરીચાળો નથી કરી શક્યા. 10 વર્ષ સુધી મનમોહન અને સોનિયાની સરકારમાં દેશના જવાનો મરતા હતા. હવે પાકિસ્તાન સમજી ગયુ છે કે, સરકાર બદલાઈ ગઈ છે અને નરેદ્ર મોદી વડાપ્રધાન છે. પુરાવા માંગતા અકકલના ઓથમીરોને સમજાવો કે પાકિસ્તાનની ચેનલો જુઓ. 2014માં પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે રાહુલ બાબાએ બહુ સવાલ કર્યા  કે, તારીખ નહિ બતાયેંગે પણ રામ મંદિર બનાયેંગે.  પણ રાહુલ બાબાને કહું છું કે ટીકીટ બુક કરાવી લો 1 જાન્યુઆરી 2024 ની. 2027માં વિશ્વમાં 3જા નંબરે ઇન્ડિયા હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news