ચૂંટણી પ્રચારમાં હવે ‘મોગલી’ આવ્યો, નરેશ પટેલે કહ્યું, અનંત પટેલે તેમને મોગલી કહ્યાં
Gujarat Elections 2022 : દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોગલી શબ્દથી ગરમાવો આવ્યો છે. વાંસદાથી કોંગ્રેસના અને ગણદેવીથી ભાજપના ઉમેદવાર વચ્ચે મોગલી શબ્દ પર જુબાની જંગ જામ્યો
Trending Photos
Gujarat Elections 2022 ધવલ પારેખ/નવસારી : ચૂંટણીના સમયે રાજકારણમાં મોગલીનું નામ ચર્ચામાં છે. એક ઉમેદવારે પોતાના વિરોધી પક્ષનાં ઉમેદવાર પર પોતાને મોગલી કહીને ચીડવવાનો આક્ષેપ કર્યો. તો સામેથી મોગલીનો મતલબ સમજાવવામાં આવ્યો. વાંસદાથી કોંગ્રેસના અને ગણદેવીથી ભાજપના ઉમેદવાર વચ્ચે મોગલી શબ્દ પર જુબાની જંગ જામ્યો છે. નરેશ પટેલનો આક્ષેપ છે કે, અનંત પટેલે તેમને મોગલી કહ્યા હતા. જો કે સામે અનંત પટેલે નરેશ પટેલના આક્ષેપને નકારી કાઢ્યા, આ માટે તેમણે કારણ પણ આપ્યું.
મહત્વનું છે કે નરેશ પટેલના માતાનું નામ મોગરીબેન હોવાથી તેઓ પોતાના વિસ્તારમાં તેઓ નરેશ મોગરીના નામે જાણીતા છે. જો કે નરેશ પટેલનું માનીએ તો અનંત પટેલે તેમને નરેશ મોગલી કહીને સંબોધન કરીને તેમની મજાક ઉડાવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો આ સિલસિલો અહીં જ ન નથી અટકતો. અનંત પટેલે આક્ષેપ કર્યો કે નરેશ પટેલે તેમને બિન આદિવાસી ગણાવ્યા છે. આ આક્ષેપને તેમણે પોતાના માતાપિતાનું અપમાન ગણાવી દીધું.
ચૂંટણીના સમયે સામાન્ય રીતે એક જ બેઠક પર બે પ્રતિસ્પર્ધી ઉમેદવારો વચ્ચે જુબાની જંગ જામતો હોય છે. જો કે નવસારીમાં બે બેઠકોનાં પ્રતિસ્પર્ધી પક્ષના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આ બંને ઉમેદવારો 2017 માં પોતાની વર્તમાન બેઠકો પર જીત્યા હતા. નરેશ પટેલ તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા. ત્યારે જોવું એ રહેશે કે આ જુબાની જંગથી બંને બેઠકોનાં સમીકરણ બદલાય છે કે કેમ.
નરેશ પટેલ, ગણદેવીથી ભાજપના ઉમેદવાર છે. તો અનંત પટેલ, વાંસદાથી કોંગ્રેસના ઉમેદવાર છે. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નરેશ પટેલને મોગલી નામથી સંબોધ્યા હતા તેવું નરેશ પટેલનું કહેવું છે. નરેશ પટેલના માતાનું નામ મોગરીબેન હોવાથી તેમને નરેશ મોગરીના નામથી વિસ્તારમાં લોકો ઓળખે છે.
મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નરેશ પટેલને મોગલી નામથી સંબોધ્યા હતા. નરેશ પટેલના માતાનું નામ મોગરીબેન હોવાથી તેમને નરેશ મોગરીના નામથી વિસ્તારમાં લોકો ઓળખે છે. પોતાની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરતાં નરેશ પટેલે અનંત પટેલ સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ મામલે અનંત પટેલે કહ્યુ કે, નરેશભાઈ ભણેલા નથી એટલે લોકો તેમને મોગલી કહે છે. નરેશ પટેલે મારા પર હુમલો થયો તો પણ મને ફોન કર્યો નહીં. મારા માતા-પિતાનું બિન આદિવાસી કહીને અપમાન કર્યુ છે. મારા આદિવાસી મિત્રો ગણદેવી બેઠક પર તેમને પરચો બતાવશે.
આમ, વાંસદામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર પર ભડક્યા છે. ગણદેવીના ભાજપના ઉમેદવારે અનંત પટેલ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, મારી માતા સામે કરેલ ટિપ્પણીનો જવાબ 8 ડિસેમ્બરે આપીશું. અનંત પટેલે ચૂંટણી પ્રચારમાં પૂર્વ મંત્રીને મોગલી કહ્યા હતા. નરેશ પટેલને વિસ્તારમાં નરેશ મોગરી નામથી લોકો ઓળખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે