અમિત શાહે ઉત્તરાયણમાં બનાવ્યો ખાસ પ્લાન, દરેક સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે

Uttarayan 2023 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન.. પરિવાર સાથે અમિત શાહે ભગવાનના દર્શન કર્યા.. જગન્નાથ ભગવાનની આરતી ઉતારી.....
 

અમિત શાહે ઉત્તરાયણમાં બનાવ્યો ખાસ પ્લાન, દરેક સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે

Uttarayan 2023 : આજે ઉત્તરાયણનું મહાપર્વ છે. વહેલી સવારથી આકાશમાં પતંગયુદ્ધ જામ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દિવસ પવન પણ સારો છે. ત્યારે  કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહ પણ ઉત્તરાયણનો તહેવાર ઉજવવા ગુજરાત આવી પહોંચ્યા છે. પોતાના મતવિસ્તારની જુદી જુદી વિધાનસભામાં તેઓ તહેવાર ઉજવશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જગન્નાથ ભગવાનની આરતી ઉતારી હતી. બાદમાં તેઓ ઉત્તરાયણ ઉજવવા તેઓ વેજલપુરના વિનસ પાર્કલેન્ડ પહોંચ્યા હતા. 

ઉત્તરાયણ માટે અમેિત શાહનો પ્લાન
અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પર પરિવાર સાથે ગુજરાત આવતા હોય છે. ત્યારે તેઓ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણવાનું નક્કી કર્યું છે. સવારે સૌથી પહેલા તેઓ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવવા પહોંચ્યા હતા. ત્યાર બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.

આજે મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે..ત્યારે ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા છે. ત્યારે એ કાઈપો છે. લપેટ લપેટના નાદ સાથે લોક ઉંધીયુ અને જલેબીની જ્યાફત માણી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાયણ એટલે ઉત્સાહભેર પતંગ ચગાવી ઉજવણી કરવાનો તહેવાર છે. ત્યારે આજે લોકો પોતાના ધાબા પર ડીજેના તાલ પતંગ ચગાવી ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઉંધિયુ જલેબી જમવાની જ્યાફત તો માણીએ છીએ. પરંતુ ઉત્તરાયણના તહેવારનું ધાર્મિક રીતે પણ ખાસ મહત્વ હોય છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. સુર્યના આધાર પર વર્ષના બે ભાગ હોય છે. જેમાં છ મહિના સુધી સુર્ય ઉત્તર દિશામાં રહે છે અને છ મહિના દક્ષિણ દિશામાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉતરાયણ પણ કેહવાય છે.એવું કેહવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સ્નાન, દાન, અને પુણ્યનું મહત્વ ઉત્તરાયણના દિવસે ઘણું છે.એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું ફળ બે ઘણું મળે છે. આની સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. આ દિવસે કરેલું દાનનું ખુબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખુબ જ લાભદાયી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news