અમરેલીના જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પર PSIએ લગાવ્યો માર મારવાનો આરોપ

હાલતો પીએસઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 

 અમરેલીના જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પર PSIએ લગાવ્યો માર મારવાનો આરોપ

અમરેલીઃ અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય પર પીએસઆઈને માર મારવાનો આરોપ લાગ્યો છે. શહેરના પીએસઆઈ એન.જી.ગોસાઈને ઢોરમાર મારતા તેમને ઈજા પહોંચી છે. હાલમાં પીએસઆઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએસઆઈએ જણાવ્યું કે, આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ઉશકેરાયા હતા. આ બાબતે તેમણે મને માર માર્યો છે. હાલતો પીએસઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તો બીજીતરફ હોસ્પિટલની બહાર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news