પોલીસ કપલે બનાવી આજીવન સાચવી રાખવા જેવી કંકોત્રી, 24 પાનાની કંકોત્રીમાં શીખવ્યું સાયબર ક્રાઈમ
Trending Photos
Gujarat Police કેતન બગડા/અમરેલી : લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે. પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે, ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે. હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. ત્યારે આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરીને એક નવો જ ચીલો ચીતર્યો છે. કંકોત્રીની વિશેષતા જોઈને તમે વાહ કહી દેશો.
સામાન્ય રીતે લગ્નની કંકોત્રી એક-બે કે ચાર પાનાની હોય છે. પરંતુ અમરેલીના પોલીસ કપલે 27 પાનાંની અનોખી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી આજીવન સાચવી રાખવા જેવી છે. નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમની વાગ્દત્તા ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
નયન અને ધારા દ્વારા પોતાના લગ્ન પર એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના જમાનામાં સાયબર ક્રાઈમ અંગે ફરિયાદો વધી રહી છે. ત્યારે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત સરકારનું જનજાગૃતિ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી એક અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે.
નયન સાવલિયા કહે છે કે, આ કંકોત્રીમાં તેના દ્વારા સાયબર જાગૃતિને લગતી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાયબરના ભોગ બનતા કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે.
તદઉપરાંત લોકો ભાતીગળ સંસ્કૃતિ ભૂલી તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. તેવામાં આ યુવકએ પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટોગ્રાફ્સને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તસવીરોમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે.
નયન અને ધારાના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે કંકોત્રી થકી સાયબર અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય લોકો પણ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે