અમરેલીઃ ખાંભાના અડાધાર રેવન્યુ વિસ્તારમાં 3 સિંહબાળના મોત, ઇન્ફાઇટથી મોત થયાનો વનવિભાગનો દાવો

આ ઘટનાની જાણ થતા તુલશીશ્યામ રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અમરેલીઃ ખાંભાના અડાધાર રેવન્યુ વિસ્તારમાં 3 સિંહબાળના મોત, ઇન્ફાઇટથી મોત થયાનો વનવિભાગનો દાવો

અમરેલીઃ ધારીના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મામલો હજુ થોભ્યો નથી ત્યાં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ત્રણ સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે ફરી તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે. તમામ મૃતક સિંહબાળ પર રાક્ષસી દાંતના ઘા જોવા મળ્યા છે. વધુ ત્રણ સિંહબાળના મોત થતા સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ ઘટનાની જાણ થતા તુલશીશ્યામ રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વેટનરી ડોક્ટર્સ અને એફએસએલની ટીમે આ ત્રણેય મૃતદેહોનું નિરીક્ષણ કર્યા પછી આ સિંહ બાળ અંદાજે 4થી 5 મહિનાના જણાયા હતા. તેમના માથાના, પીઠના અને પેટના ભાગે રાક્ષસી દાંતો (કેનાઇન ટીથ)ના ઉંડા નિશાન જોવા મળ્યા હતા

આ વિસ્તારમાં અન્ય સિંહો વચ્ચે ઇનફાઇટ થઈ હોવાના ચિન્હો પણ જોવા મળ્યા હતા. જમીન પર ઢસરડા અને મોટી સંખ્યામાં સિંહોના પગ જોવા મળ્યા હતા. આમ વન વિભાગનો પ્રાથમિક દ્રષ્ટીએ દાવો છે કે ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમાં થયા હશે. સિંહબાળના મૃતદેહની બાજુમાં નિલગાય નરનું મારણ પણ હતું.

વનવિભાગ હાલ આ સિંહબાળના ઇનફાઈટ માં મોત થયા હોવાનું જણાવી રહ્યા છે સિંહબાળ ચાર થી પાંચ માસના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ખાડધાર રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળી જ્યારે સ્થાનિક વનવિભાગના કર્મચારીઓ ત્યાં પહોચ્યા હતા ત્યારે એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યા બાદ માં આજુબાજુ ના વિસ્તારમાં તપાસ કરતા વધુ બે સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આમ કુલ ત્રણ સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news