પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય, પાલિકાના શહેરને સ્વચ્છ બનાવવાના તમામ દાવા પોકળ

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરને સ્વચ્છ બનાવવા માટે તંત્ર દ્વારા અનેક દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા ખુબ અલગ છે. પાલનપુરમાં કચરાના ઢગલા જોવા મળે છે. બીજીતરફ રખડતાં ઢોરનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે. 
 

પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય, પાલિકાના શહેરને સ્વચ્છ બનાવવાના તમામ દાવા પોકળ

અલ્કેશ રાવ, પાલનપુરઃ બનાસકાંઠા શહેરના મુખ્ય પથક પાલનપુરમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો પરેશાન છે.. પાલનપુર પાલિકા શહેરને ગંદકી મુક્ત કરવા માટે અનેક દાવાઓ કરે છે પરંતુ, હકીકતમાં શહેરની ઓળખ જ ગંદકી બની ગઈ છે.. પાલિકાના ચીફ ઓફિસરે શહેરની સ્વચ્છતા માટે સિંઘમની જેમ આકરા નિર્ણયો તો કર્યા પરંતુ, ગંદકી ના દૂર થઈ.. કેમ છે પાલનપુરની જનતામાં આક્રોશ.. જુઓ આ રિપોર્ટમાં.. 

જ્યારે પાલનપુર નગર પાલિકાના ચીફ ઓફિસરે શહેરને સ્વચ્છ બનાવવા માટે સિંઘમ બનીને ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના એલાન સાથે જાહેરમાં પોસ્ટર્સ માર્યા હતા. જ્યાં નજર પડે ત્યાં ગંદકી, જાહેર માર્ગો પર કચરો અને ઠેર ઠેર રખડતાં પશુઓનો ત્રાસ.. આ દ્રશ્યો પરથી એ સ્પષ્ટ થાય છેકે, પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જાહેરાતના પોસ્ટર લગાડીને વાહવાહી તો લૂંટી લીધી પરંતુ, શહેરને ગંદકી મુક્ત આટલા દિવસો બાદ પણ નથી કરી શક્યા.. 

પાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે કેટલાક નિયમો કરવામાં આવ્યા હતા. જે નિયમો અનુસાર કોઈ જાહેરમાં કચરો ફેંકશે તો પાલિકા મિલકત માલિકને 500 રૂપિયા દંડ કરશે. એ જ વ્યક્તિ ફરીથી કચરો જાહેરમાં ફેંકતા ઝડપાય તો નળ કનેક્શન, ગટર કનેક્શન પણ કાપી નાખશે. અને આ બાદ પણ કચરો ફેંકવામાં આવે તો મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરશે અને CRPC 133 હેઠળ ગુનો પણ નોંધાવશે.

પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છેકે, જાહેરમાં ગંદકી કરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં 50 હજાર રૂપિયા જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે અને દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.. પરંતુ, લોકો ગંદકીને લઈને હજુ પણ જાગૃત નથી થઈ રહ્યા.. 

મહત્વની વાત એ પણ છેકે, શહેર સ્વચ્છ માત્ર નિયમ બનાવવાથી જ નથી બની જતું.. લોકોએ પોતાના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નિયમોનું પાલન પણ કરવું પડશે.. અધિકારીઓ અને રાજનેતાઓ નિયમોનો હવાલો આપીને છૂટી જશે અને જનતા નિયમો પાળવામાં ઢીલાશ કરશે.. જેના કારણે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત્ રહેશે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news