BIG NEWS: ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત

દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે.

BIG NEWS: ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત

બ્રિજેશ દોશી/ગાંધીનગર: વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ સિવાય 151 પોલીસકર્મી માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહમંત્રી પુરસ્કારો મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ, આ સિવાય તપાસ એજન્સી NIA અને NCBના 5-5 અધિકારીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ નીચે મુજબ છે.

- અભય ચુડાસમા, IGP ગુજરાત
- ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, આઈજીપી ગુજરાત
- ઉષા બચુભાઈ રાડા, Dy CP ગુજરાત
- સાગર બાગમાર, Dy CP ગુજરાત
- રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા, ACP ગુજરાત
- ભૂપેન્દ્ર નટવરલાલ દવે, ACP ગુજરાતટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news