ઈસ્કોન બ્રિજની શાહી હજુ સુકાઈ નથી'ને ફરી S.G. હાઈ-વે પર વધુ એક અકસ્માત, BMW અને સ્વીફ્ટ અથડાયા!

એસજી હાઈવે હવે અકસ્માતોનું કેન્દ્રબિંદુ બની ગયો હોય એમ પછી એક અકસ્માતોનો બનાવ બની રહ્યા છે. સમીસાંજે એસજી હાઈવે પર ભારે ટ્રાફિકજામ થાય છે, ત્યારે વૈષ્ણોદેવીબ્રિજ પર એક બીએમડબ્લ્યૂ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અથડામણ થઈ છે.

ઈસ્કોન બ્રિજની શાહી હજુ સુકાઈ નથી'ને ફરી S.G. હાઈ-વે પર વધુ એક અકસ્માત, BMW અને સ્વીફ્ટ અથડાયા!

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ એક પછી એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ઈસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સૂકાઈ નથીને એસજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. વૈષ્ણોદેવીબ્રિજ પર આ અકસ્માતની ઘટના બની છે, જેમાં એક BMW કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો છે. જોકે આઅકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અકસ્માતને લઈને બ્રિજ પર ટ્રાફિકજામ થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, એસજી હાઈવે હવે અકસ્માતોનું કેન્દ્રબિંદુ બની ગયો હોય એમ પછી એક અકસ્માતોનો બનાવ બની રહ્યા છે. સમીસાંજે એસજી હાઈવે પર ભારે ટ્રાફિકજામ થાય છે, ત્યારે વૈષ્ણોદેવીબ્રિજ પર એક બીએમડબ્લ્યૂ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અથડામણ થઈ છે. જોકે સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રાફિકજામ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (બુધવાર) રાત્રે માણેકબાગ પાસે BMW કાચના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ હવે થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાયો છે. શહેરના વાહનોથી ધમધમતા રસ્તા એસ.જી હાઈવે પર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે સ્વીફ્ટ કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. થલતેજ અંડરપાસની અંદર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાઈ છે. હાલ ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કારને હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news