VIDEO: રૂપાણીએ PM ને કાનમાં કંઈક કહ્યું પણ મોદીએ જાહેર કરી દીધું, રિપોર્ટરે સવાલ કરતાં ચાલતી પકડી

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીને કાનમાં કંઈક કહ્યું હતું. જેની લઈને ચારેબાજુ અલગ અલગ ચર્ચાઓ વહેતી થઈ હતી અને લોકોની એ જાણવા ઈચ્છુક હતા કે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું?

VIDEO: રૂપાણીએ PM ને કાનમાં કંઈક કહ્યું પણ મોદીએ જાહેર કરી દીધું, રિપોર્ટરે સવાલ કરતાં ચાલતી પકડી

PM Modi Gujarat Visit: રાજકોટવાસીઓને આજે પીએમ મોદીએ કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. ત્યારબાદ પીએમ મોદીએ સભાને સંબોધી હતી. આ પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીને કાનમાં કંઈક કહ્યું હતું. જેની લઈને ચારેબાજુ અલગ અલગ ચર્ચાઓ વહેતી થઈ હતી અને લોકોની એ જાણવા ઈચ્છુક હતા કે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું?

પરંતુ જ્યારે પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું, ત્યારે પીએમ મોદીએ જ આ વાતનો ખુલાસો કરી દીધો હતો કે વિજય રૂપાણીએ તેમને શું કહ્યું? પીએમ મોદીએ કહ્યું કે, થોડીવાર પહેલા જ વિજયભાઈ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ નોટીસ કરી રહ્યો હતો કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજાનો દિવસ ના હોય અને બપોરનો સમય હોય, ત્યારે આ સમયે કોઈ સભા કરવાનું વિચારે પણ નહીં, ત્યાં આટલી વિશાળ જનમેદની ભેગી થઈ છે. 

તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજકોટે રાજકોટમા તમામ વિક્રમ તોડી નાખ્યા છે. નહીં તો અમે વર્ષોથી જોઈએ છીએ કે સાંજે 8 વાગ્યા પછી સભા કરવાનું ઠીક રહેશે અને રાજકોટને તો બપોરે સુવા ટાઈમ જોઈએ પાછો.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ મળવાથી સૌરાષ્ટ્રના લોકોને ખૂબ જ ફાયદો થશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાથી ઉદ્યોગ જગતને પણ વેગ મળશે. સૌની યોજનાએ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યની છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે એરપોર્ટનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. સભા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંઈક કહ્યું હતું તે અંગે ZEE 24 કલાકે સવાલ પૂછતા તેમને ચાલતી પકડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news