ગુજરાત વિરોધી તિસ્તા સેતલવાડ ગુજરાતમાં પ્રવેશી, આવતી કાલે કોર્ટમાં રજૂ કરાશે
મહત્વનું છે કે, આજે ગુજરાત એટીએસની બે ટીમ તીસ્તા સેતલવાડની ધરપકડ કરવા માટે મુંબઈ પહોંચી હતી. જેમાં એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: 2002ના રમખાણોના નામે ગુજરાતને બદનામ કરનારી ત્રિપુટી સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ વિદેશી ફંડિંગ મામલે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ કાર્યાલય લાવવામાં આવી રહ્યા છે, ત્યારે મોડી સાંજે માહિતી મળી છે કે ગુજરાત વિરોધી તિસ્તા સેતલવાડને એટીએસની ટીમ લઈને ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, આવતી કાલે તીસ્તાને કોર્ટમાં રજૂ કરાશે. જ્યારે તેમની સાથે આર.બી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરવામાં આવશે. ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ ગુજરાત એટીએસે કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.
મહત્વનું છે કે, આજે ગુજરાત એટીએસની બે ટીમ તીસ્તા સેતલવાડની ધરપકડ કરવા માટે મુંબઈ પહોંચી હતી. જેમાં એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. ત્યારબાદ ટીમે તીસ્તા સેતલવાડને કસ્ટડીમાં લીધા અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસ ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી હતી. પછી ગુજરાત એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જવા માટે નીકળ્યા હતા.
સમગ્ર ઘટના મામલે ATSની ટીમ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે SCએ ગોધરા રમખાણ કેસની સુનાવણીમાં તીસ્તા સેતલવાડ મુદ્દે વધુ તપાસની જરૂરિયાતની ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાત ATS એક્શનમાં આવી ગઈ હતી અને સેતલવાડને શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનથી અમદાવાદ લેવા નીકળી હતી.
નોંધનીય છે કે, તીસ્તા સેતલવાડ સિવાય આર કુમારને પણ ક્રાઈમ બ્રાન્ચે સમન પાઠવ્યું છે. તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ તરફથી અગાઉ તિસ્તા સેતલવાડના કેસને લઈ વધુ તપાસની જરૂરતનો સૂચન કર્યું હતું. અને સુનાવણી દરમિયાન ટાંક્યું હતું કે તિસ્તા સેતલવાડે અરજી કર્તા જાકીયા જાફરીની ભાવનો સાથે રમત રમી હતી.
જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ હિરેન પંડયા અને આરબી શ્રીકુમારે SITના સામે જે જવાબ રજૂ કર્યા હતા તે નિરાધાર અને ખોટા સાબિત થયા છે કારણ કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો લો એન્ડ ઓર્ડરની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત નહોતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે