હોસ્પિટલના આઠમા માાળથી કૂદનારનું મોત, પત્નીના મોત બાદ ડિપ્રેશનમાં હતો અધિકારી
Kolkata Hospital News: જાણવા મળી રહ્યું છે કે અધિકારીની પત્નીનું એક મહિના પહેલા જ કેન્સરથી મોત થયું હતું અને ત્યારથી તે ડિપ્રેશનમાં આવી ગયો અને વધુ પ્રમાણમાં દારૂ પીવા લાગ્યો હતો.
Trending Photos
Kolkata Hospital News: ડિપ્રેશનથી પીડિત એક વ્યક્તિ સુજીત અધિકારીએ શનિવાર સવારે કોલકાતામાં ન્યુરોસાયન્સની સંસ્થાના આઠમાં માળથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાતે 8 વાગ્યાની આસપાસ તેનું મોત થયું છે. આ પહેલા શનિવાર સવારે અધિકારી હોસ્પિટલના રૂમની બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. તેને બચાવવા માટે રાજ્યના ફાયર સર્વિસ કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, કેમ કે તે પહેલા જ તે આઠમાં માળથી કૂદી ગયો હતો.
કેન્સરથી પત્નીના મોત બાદ ડિપ્રેશનમાં હતો
વધારે પડતું લોહી વહી જવાને કારણે અધિકારીને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. જો કે, તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા. જાણવા મળી રહ્યું છે કે, અધિકારીની પત્નીનું એક મહિના પહેલા કેન્સરના કારણે મોત થયું હતું અને ત્યારથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરવા લાગ્યો હતો. તેની તમામ બચત તેની પત્નીની સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ હતી અને તેની વધુ સારવાર કરવા માટે તેણે પૈસા પણ ઉધાર લીધા હતા.
Kolkata, West Bengal | A patient has climbed out of a ward to sit on a highrise edge of the Institute of NeuroScience Hospital and is showing unwillingness to get down. Hydraulic ladder is reportedly being brought to bring him down pic.twitter.com/QWRhyhbhxq
— ANI (@ANI) June 25, 2022
23 જૂને એપિલેપ્ટિક હુમલા બાદ શૌચાલયમાં પડી ગયા હતા
અધિકારી પોતે એપિલેપ્ટિકના દર્દી હતો. તે 23 જૂને એપિલેપ્ટિક હુમલા બાદ શૌચાલયમાં પડી ગયા હતા. જે બાદ તેને ન્યુરોસાયન્સની સંસ્થામાં દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચોક્કસ તે સમયને લઇને મૂંઝવણની સ્થિતિ છે જ્યારે અધિકારી બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. હોસ્પિટલના અધિકારીઓએ જ્યારે સમય સવારે 10 વાગે જણાવ્યા, ત્યારે કેટલાક પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે તેને પહેલીવાર સવારે 8 વાગે કોર્નિસ પર જોવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી જો સાચા છે તો સવાલ ઉભા થઈ રહ્યા છે કે ફાયર વિભાગના કર્મચારીઓને સ્થળ પર પહોંચવામાં બે કલાક કેમ લાગ્યા. પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજીત બસુએ કહ્યું કે આ મામલે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે