રાજકોટમાં ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ, મહિલા તબીબની ધરપકડ
રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરિક્ષણનાં ગોરખધંધો ચલાવતી મહિલા તબીબની પોલીસે ધરપકડ કરી છે. શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાટરમાં ફોરમ ક્લિનીકમાં પોલીસ ત્રાટકી હતી. જેનાં હોમિયોપેથિક તબીબ હિના પટેલ ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરતા રંગે હાથ ઝડપાય ગઇ હતી. જોકે પોલીસ આવી હોવાની જાણ થતા ભ્રૃણ ગટરમાં ફ્લસ કરી દીધું હતું. હાલ પોલીસે આ મહિલા તબીબ પાસેથી ગર્ભ પરિક્ષણનું વાયરલેશ પ્રોબ મશીન અને ટેબલેટ કબજે કર્યું હતું.
Trending Photos
રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરિક્ષણનાં ગોરખધંધો ચલાવતી મહિલા તબીબની પોલીસે ધરપકડ કરી છે. શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાટરમાં ફોરમ ક્લિનીકમાં પોલીસ ત્રાટકી હતી. જેનાં હોમિયોપેથિક તબીબ હિના પટેલ ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરતા રંગે હાથ ઝડપાય ગઇ હતી. જોકે પોલીસ આવી હોવાની જાણ થતા ભ્રૃણ ગટરમાં ફ્લસ કરી દીધું હતું. હાલ પોલીસે આ મહિલા તબીબ પાસેથી ગર્ભ પરિક્ષણનું વાયરલેશ પ્રોબ મશીન અને ટેબલેટ કબજે કર્યું હતું.
રાજકોટ પોલીસનાં સકંજામાં આ મહિલાનું નામ છે ડો. હિના પટેલ છે. રાજકોટનાં કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં ફોરમ ક્લિનીક ચલાવતી આ મહિલા તબીબ પર આરોપ છે ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાત કરાવી આપવાનો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં હોમિયોપેથિક મહિલા તબીબ હિના પટેલ પોતાનાં ફોરમ નામનાં ક્લિનીકમાં મહિલાઓનાં ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત કરાવે છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સાંજે મહિલા કોન્સ્ટેબલને ડમી દર્દી બનાવીને ક્લીનીકમાં મોકલી હતી.
અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ
મહિલા કોન્સેટેબલે પોતે ગર્ભવતી હોવાનું કહ્યું હતું અને તેને ગર્ભપરિક્ષણ કરાવવાનું કહેવા મહિલા તબીબ હિના પટેલે રૂપિયા 30 હજારની માંગણી કરી હતી. હાલ પોલીસે મહિલા તબીબ હિના પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, ડો. હિના પટેલ હોમિયોપેથી ડોક્ટર છે અને છેલ્લા 17 વર્ષથી ફોરમ ક્લિનીક લચાવા છે. જોકે પોલીસ તપાસમાં હિના પટેલે કબુલ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી ગર્ભવતી મહિલાઓનાં ગર્ભપરિક્ષણ કરવાનાં 25 હજાર અને ગર્ભપાત કરાવવાનાં 30 થી 40 હજાર લેતી હોવાનું કબુલ્યું હતું.
પક્ષ નહિ, પણ પીડિત પતિઓને ન્યાય અપાવવાના વાયદા સાથે ચૂંટણી લડશે આ શખ્સ
પોલીસનાં કહેવા મુજબ આ અગાઉ પણ રૈયા રોડ પરથી આ પ્રકારનું ગર્ભપરીક્ષણ કરવાનું કૌંભાડ સામે આવ્યું હતું. દરરોજ આ મહિલા તબીબ પાસે 40થી વધુ દર્દીઓની તપાસ કરતી હતી. આ મહિલા તબીબ હિના પટેલ ગર્ભપરિક્ષણ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ પ્રોબનો અને જેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઇપેડ સાથે અલ્ટ્રા સાઉન્ડ પ્રોબ કનેક્ટ થતું હતું. અને મહિલાનાં પેટમાં પુરુષ બાળ છે કે સ્ત્રી બાળ તેનું પરિક્ષણ કરતી હતી.
લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી ન લડવા માટે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ આપ્યું ધારદાર કારણ
જોકે પોલીસે દરોડો કરતી સમયે પણ એક મહિલાનું ગર્ભપાત ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસ આવી હોવાની જાણ થતા જ ભૃણને મહિલા તબીબે ગટરમાં ફ્લસ કરી જવા દીધું હતું. હાલ પોલીસે આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી મશીન સીલ કરી દીધું છે.
હાલ તો પોલીસે મહિલા તબીબની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતી કરી દીધી છે. પોલીસ તપાસમાં ગર્ભપાત કરાવ્યા બાદ ડો. કેતન ગૌસાઇને બોલાવીને સારવાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ પોલીસે મહિલા તબીબની પુછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કેટલા લોકો ગર્ભપાતનાં આ રેકેટમાં સંડોવાયેલા છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે