લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી ન લડવા માટે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ આપ્યું ધારદાર કારણ

લોકસભા ચૂંટણઈ 2019માં ગુજરાતમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. 

Updated By: Apr 3, 2019, 02:34 PM IST
લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી ન લડવા માટે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ આપ્યું ધારદાર કારણ

ગાંધીનગર :લોકસભા ચૂંટણઈ 2019માં ગુજરાતમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રણનીતિકાર કહેવાતા અહેમદ પટેલ વર્તમાન રાજ્યસભા સાંસદ છે, અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પાર્ટીના બિહારના પ્રભારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓએ પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ મોટી જવાબદારીઓને પગલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. 

ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠકો બની માથાનો દુખાવો, હજી નથી જાહેર કર્યા ઉમેદવાર

કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલને ભરૂચથી લડાવવા માંગતી હતી. ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ભરૂચ લોકસભા સીટ પરથી ત્રણવાર સાંસદ રહ્યા છે. અહેમદ પટેલ 1977, 1980 અને 1985ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસના સાંસદ રહ્યા છે. પરંતુ વર્ષ 1989માં રામ મંદિર મુદ્દાને કારણે તેઓ 21 હજાર વોટથી હારી ગયા હતા. ત્યારથી આજ સુધી ભરૂચ સીટ પર કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. અને હાલ આ સીટ ભાજપનું કમળ મજબૂત છે. હાલ અહેમદ પટેલ રાજ્યસભા સાંસદ છે. અહેમદ પટેલ હાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોષાધ્યક્ષ છે. જો અહેમદ પટેલ ચૂંટણી લડત, તો પક્ષને તેનાથી ફાયદો થશે તે હેતુથી કોંગ્રેસ તેમને લડાવવા માંગતુ હતું.

આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ

અમરેલી સીટ પર ધાનાણીએ ઉમેદવારી ભરી
તો બીજી તરફ, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મંગળવારે રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 4 બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા હતા. તો બીજી તરફ, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા સામે કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સી.જે.ચાવડાને ટિકીટ આપી છે. 

Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? રોમાંચક છે જવાબ અને તેનો ઈતિહાસ