વરસાદની આગાહી : આ વખતે ચોમાસું સામાન્ય સરેરાશ કરતાં નબળું રહેશેઃ સ્કાયમેટ
હવામાન અંગે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે બુધવારે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં થોડું નબળું રહેશે
Trending Photos
નવી દિલ્હીઃ હવામાન અંગે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે બુધવારે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં થોડું નબળું રહેશે. એજન્સીએ જણાવ્યું છે કે, આ વર્ષનું ચોમાસું લાંબા ગાળાની સરેરાશના 93 ટકા જેટલું રહેશે. એજન્સીએ જણાવ્યું કે, 90થી 95 ટકા વચ્ચેના લાંબા ગાળાની સરેરાશને 'સામાન્ય કરતાં નબળું' કહેવામાં આવે છે.
ભારતમાં વર્ષ 1951થી વર્ષ 2000 સુધીની ચોમાસાની લાંબા ગાળાની સરેરાશ 89 સેમી રહી છે. સ્કાયમેટના સીઈઓ જતીન સિંઘે જણાવ્યું કે, 'આ વર્ષે ચોમાસું સામાન્ય સરેરાશ કરતાં નબળું રહેવા પાછળ 'અલ નીનો' પરિબળ જવાબદાર છે.'
ઉલ્લેખનીય છે કે, અત્યારે એપ્રિલ મહિનાના પ્રારંભથી મહિનાથી જ દેશ અને રાજ્યમાં ઉનાળો તપી રહ્યો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેવા લાગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે