'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ ધારાસભ્યનું મોટું નિવેદન
સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા. સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક, ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી, ફાયર NOC ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય BUC ની મંજૂરી વગર યુનિટો ચાલી રહ્યા છે. તેની જવાબદારી કોણે નક્કી કરવાની?
Trending Photos
ઝી બ્યુરો/સુરત: માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવું નિવેદન ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ આપ્યું છે. સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા. સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક, ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી, ફાયર NOC ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય BUC ની મંજૂરી વગર યુનિટો ચાલી રહ્યા છે. તેની જવાબદારી કોણે નક્કી કરવાની?
રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલની નિયુકિત કરેલ છે.મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની સત્તા છે. જીવલેણ હાદશો, અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે આવા આરોપ અરવિંદ રાણા રાણા તંત્ર સામે કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પછી આજે પ્રથમ વખત અઠવાલાઈન્સ જિલ્લા કલેકટર ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓની જિલ્લા સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પુછાયા હતા.જયારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક, ગેમીંગ, હોટલ જેવી મિલ્કતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી છે. પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસી ની મંજુરી વગર યુનિટો ચાલે છે. તેની જવબાદારી કોની નક્કી કરવાની? રાજય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલની નિયુકિત કરેલ છે.
તેઓને સુડા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ પ્રવૃતિ ઉપર ધ્યાન રાખવાની સત્તા મળેલી છે.ત્યારે સુડા દ્વારા 80 એકમો સિવાય તમામ પ્રકારની મિલ્કતોમાં બી.યુ પરમીશન છે. ફાયર એન.ઓ.સી જરૂરિયાત મમંદ એકમો ઉપર અપાયેલ છે. તેવી બાંહેધરી લ્યો એવી રજુઆત થતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા આગામી જિલ્લા સંકલનની બેઠકમાં પાલિકા કમિશ્નરને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યુ હતુ.
ધારાસભ્યે વધુમાં આક્ષેપો કર્યા હતા કે કોઈ જીવલેણહાદસો યા અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે. જયારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે