ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ

શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.

Updated By: Aug 14, 2020, 11:28 PM IST
ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ

વડોદરા : શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.

સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતા ચિંતા વધી, અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલા ચુનારવાસમાં રહેતા અમિત ચુનારા શાકભાજીની લારી ચલાવીને પત્ની અને બે દીકરી ઇશિકા (ઉ.વ 15), જીગીશા (ઉ.વ 13) અને 11 વર્ષના દીકરા નિકુલ સહિત પરિવારનું ગુજરાત ચલાવતો હતો. અમિતની મોટી દીકરી ઇશીકા ખંભાત તાલુકાના અકબરપુરા ગામમાં રહેતી હતી. જ્યારે જીગીશા અને નિકુલ માતા-પિતા સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી અમિતને પત્ની સપનાના રિકી સોલંકી નામના ખંભાતના પુરૂષ સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી. જેના પગલે અવાર નવાર બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. 

ખાડીઓએ ફેરવી સુરતની 'સુરત', વરસાદ અને દરિયાએ સ્થિતી બગાડી

દરમિયાન આજે વહેલી સવારે પતિએ તેના બે મિત્રોની મદદ લઇને નિંદ્રાધીન પત્ની સપનાનું ઓશીકાથી મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે અચાનક જાગી ગયેલી પુત્રીએ પોતાની માતાને ધમપછાડા કર્યા હતા. જો કે પુત્રીને પણ તેણે ધમકાવી હતી કે, કોઇને આ વાત કહીશ તો હું મારીનાખીશ. તારા માટે નવી મમ્મી પણ લઇ આવીશ.ત્યાર બાદ પત્નીની હત્યાની નક્કી કરેલી રકમ બે મિત્રોને આપીને ફરાર થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર